લોકાર્પણ:માણસાની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતા DyCM પટેલ

માણસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસાની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ. - Divya Bhaskar
માણસાની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ.
  • 35 લાખના ખર્ચે પ્રતિકલાકે 20 હજાર લીટર ઓક્સિજન વહન કરતો પ્લાન્ટ તૈયાર

માણસાની જનરલ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી પ્રતિ કલાક વીસ હજાર લીટર ઓક્સિજન આપતા પ્લાન્ટનું લોકાર્પણ થયું હતું. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોને ઓક્સિજન બેડ માટે વલખાં મારવા પડ્યાં હતા. જેને પગલે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ છે. માણસા જનરલ હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવે તેવી લોકોમાં લાગણી હતી તેવા સમયે માણસામાં માતા વૈષ્ણોદેવી તીર્થધામ અમદાવાદના આર્થિક સહયોગથી અને સ્થાનિક દાતાઓની મદદથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે.

35 લાખના ખર્ચે પ્રતિ કલાક 20 હજાર લીટર ઓક્સિજન વહન કરી શકે તેવા પ્લાન્ટનું નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પ્લાન્ટ શરૂ થતાં હવે આ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓને ઓક્સિજન સાથેના બેડની સગવડ મળી રહેશે. ઓક્સિજન પ્લાન્ટ ની સાથે સાથે ડાયાલિસિસ સેન્ટરનું અને જનરેટર સેટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય સુરેશભાઈ પટેલ સહિત માણસાના સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...