તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:રાજપુરા ગામને જોડતા બિસમાર આંતરિક માર્ગોથી ગ્રામજનો પરેશાન

માણસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાહનચાલકોને આ માર્ગ ટૂંકો પડવા છતાં હાઈવે પર થઈ ગામમાં જવું પડે છે

માણસા તાલુકાના રાજપુરા ગામ થી માણેકપુર તથા માણસા શહેર તરફ આવવાના રસ્તાની હાલત વર્ષોથી બિસ્માર છે જેના લીધે ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે હવે જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ બંને રોડ બાબતે સત્તાધીશોએ શું કર્યું અને હવે ક્યારે નવા બનશે તે બાબતે નવા ઉમેદવારો પાસે ગ્રામજનો મોટી અપેક્ષાઓ લઈને બેઠા છે.

પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લાની લીંબોદરા બેઠક અને તાલુકાની ઇન્દ્રપુરા બેઠક માં આવેલું રાજપુરા ગામ તાલુકા મથક માણસા સાથે નજીકનું અને સીધું સંકળાયેલું હોય આ ગામના લોકો વેપાર ધંધા અને ખેતીના કામકાજ માટે તેમજ અભ્યાસ માટે નિયમિત અવર-જવર કરતાં હોય છે.

માણસા શહેરમાં આવવા માટે રાજપુરા ગામ માંથી વર્ષો પહેલા બનાવવામાં આવેલ પાકા રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે વાહન ચાલકોને આ ટૂંકો માર્ગ હોવા છતાં મુખ્ય હાઈવે પર થઈ ગામમાં જવું પડે છે આ ગામમાં આવેલી બે મોટી ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે. બંને ગામને જોડતો આ ટૂંકો રસ્તો ગ્રામજનોને આશીર્વાદ સમાન છે જેની હાલત પણ ખખડધજ થઈ ગઈ છે.

અને મોટા ખાડા પડી ગયા હોવાના કારણે નાના મોટા અકસ્માતો પણ થવાનો ભય સતાવી રહ્યો છે આ બંને રોડ રાજપુરા માટે ટૂંકા અને વાહનચાલકો માટે સાનુકૂળ હોવા છતાં સત્તાધીશોના આંખ આડા કાન હોવાને કારણે વર્ષોથી નવા રોડ બનાવવામાં આવ્યા નથી જેનો ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે,

ગ્રામજનોની અનેક વખત રજૂઆતો છતાં આનો કોઈ ઉકેલ આવ્યો નથી ગત ચૂંટણીમાં જિલ્લા અને તાલુકાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા એ વખતે પણ નવા રોડ બનાવવામાં આવ્યા નહીં અને માણસા તાલુકા પંચાયતમાં બળવા પછી ભાજપ ની બનેલી બોડી એ પણ આ બંને રોડ બનાવવામાં રસ દાખવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો