ઇટાદરામાં કોમી અથડામણ:2 વિધર્મીએ સગીરાનો ફોટો પાડતાં ધિંગાણું, 6ની ધરપકડ; ટોળું ધારિયા-તલવાર અને ધોકા લઈ ધસી આવ્યું

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામમાં પ્રવેશતાં પંચાયત ઘર અને ડેરી તરફ જતા રસ્તા ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો - Divya Bhaskar
ગામમાં પ્રવેશતાં પંચાયત ઘર અને ડેરી તરફ જતા રસ્તા ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
  • યુવક ઉપર તલવારથી જીવલેણ હુમલો કરાતાં મામલો બિચક્યો હતો
  • બાઈક સળગાવાતાં તંગદિલી પ્રસરી
  • દીકરીના પિતા બંનેને જોઇ જતાં તેમની પાસેથી મોબાઇલ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિધર્મીએ આપ્યો ન હતો

માણસાના ઇટાદરા ગામમાં શુક્રવારે એક હિન્દુ સગીરાના ગામના જ બે વિધર્મી મોબાઇલમા ફોટા પાડી રહ્યા હતા. તે દરમિયાન દિકરીના પિતા બંનેને જોઇ જતા તેમની પાસેથી મોબાઇલ લઇ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને વિધર્મીએ આપ્યો ન હતો અને ધમકી આપીને જતો રહ્યો હતો.

ઇટાદરા ગામમાં મોડી રાત્રે પંચાલ સમાજના ઘર નજીક બાઈક સળગાવવામાં આવ્યું હતું
ઇટાદરા ગામમાં મોડી રાત્રે પંચાલ સમાજના ઘર નજીક બાઈક સળગાવવામાં આવ્યું હતું

ત્યારબાદ 8થી 10 લોકોને બોલાવી લાવી માથાકૂટ કરી હતી. બબાલની વાત ખબર પડતા સગીરાના સમાજના લોકો પણ દોડી આવ્યા હતા અને બંને જૂથ વચ્ચે રાત્રે ધિંગાણુ થયુ હતુ અને વાત વણસી જતા ગામમા બાઇકને આગ ચાંપવામા આવી હતી. જેને લઇને ગામમા બાઇક સળગાવવામા આવતા અજંપાભરી સ્થિતિ થઇ ગઇ હતી.

ઇટાદરા ગામના બ્રહ્માણી માતાના મંદિરમાં લગાવેલી એલસીડી ઉપર ધોકો મારીને તોડી નાખવામાં આવી હતી જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
ઇટાદરા ગામના બ્રહ્માણી માતાના મંદિરમાં લગાવેલી એલસીડી ઉપર ધોકો મારીને તોડી નાખવામાં આવી હતી જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.

મોડી રાત્રે આ બાબતને લઇને પરિસ્થિતિ તંગ બની ગઇ હતી. એક મંદિરના બહાર મુકાયેલા એલઇડી ટીવીની તોડફોડ કરાઈ હતી. દુકાનેથી ઘર તરફ જઈ રહેલા એક યુવક પર તલવારથી જીવલેણ હુમલો કરાતા માણસા સહિત જિલ્લાભરની પોલીસનો કાફલો ઇટાદરામાં ખડકી દેવામાં આવ્યો હતો. આજે દિવસભર ગામમાં અજંપાભરી સ્થિતિ જોવા મળતી હતી. પોલીસ તથા પ્રશાસને ગામમાં શાંતિ સ્થપાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત અને બંને જુથો વચ્ચે શાંતિ સ્થપાય તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.

માણસા પાસેના ઇટાદરા ગામમાં ગઈકાલે સગીરાની છેડતી બાબતે માહોલ ગરમાયો હતો, જેમા બે કોમના જૂથો સામસામે આવી ગયા હતા. ત્યારે ગામના ચબુતરા સામે રાણાવાસમાં રહેતા 25 વર્ષિય યુવક ઇન્દ્રસિંહ અમરસિંહ રાણા રાત્રે 8:30 વાગે તેમની કરિયાણાની દુકાને હતા. તે વખતે તમને સમાચાર મળ્યા હતા કે, ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે. જેથી તેઓ બાઈક લઈને ઘર તરફ જવા નીકળતા હતા.

તે સમયે તેમની સામે ફિરોઝખાન અહમદખાન પઠાણ, ફરદીનખાન ફિરોઝખાન પઠાણ પઠાણ, રાજખાન ફિરોઝખાન પઠાણ, સાહિલમિયા આસિફમિયા શેખ, અશફાકખાન જાકીરમિયા બેલીમ, દિલાવરખાન અહમદખાન પઠાણ સહિત 8થી 10 લોકોનુ ટોળું હાથમાં ધોકા,તલવાર અને ધારિયા લઇ ધસી આવ્યું હતું. તમામ લોકોએ ઇન્દ્રસિંહને ઘેરી વળી ટોળામાં રહેલા રાજખાને બાઇકની સીટ પર ધારિયું માર્યું હતું. જેથી યુવકે તેમને સમજવાની કોશિશ કરતા ટોળાએ ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી ફરદીનખાન પઠાણે યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેમા યુવકે હાથ વચ્ચે નાખતા તલવારનો ઘા વાગતા કલાઈ પર ઇજા પહોચી હતી.

આ વખતે હોબાળો થતા હુમલાખોર ટોળું ત્યાંથી નીકળી ગયું હતું અને ઈજાગ્રસ્ત યુવકને ગામ લોકો સારવાર માટે લઈ જતા હતા. ત્યારે ગામમાં બે જૂથોના ઝઘડામાં બે બાઇકોને આગ ચાંપવામાં આવી હતી. તેમજ ગામના મંદિરે જાતર હોવાથી મંદિરની બહાર મુકાયેલા એલઇડી ટીવીની પણ તોડફોડ કરાઈ હતી.

માણસા તાલુકાના ઈટાદરા ગામમાં શુક્રવારે રાતે બનેલી આ ઘટનાના જિલ્લા સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. થોડા સમય પહેલાં આણંદ અને હિંમતનગરમાં પણ રામનવમીના દિવસે જે ઘટનાઓ બની હતી તેના કારણે રાજ્યની શાંતિ ડહોળાઈ હતી તે શાંત થયાના થોડા દિવસોમાં જ ઈટાદરામાં જે ઘટના બની છે તેના કારણે હાલ ગામમાં જે સ્થિતી ઉભી થઈ છે તેના કારણે ગ્રામજનોમાં પણ ઉચાટભરી સ્થિતી જોવા મળી રહી છે.

ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિનો માહોલ : લોકોમાં ઉચાટ
ઘટનાની જાણ માણસા પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરી હતી. આ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કરાતા તેઓ પણ ઇટાદરા આવી પહોંચ્યા હતા અને વધારાની પોલીસ કુમક બોલાવી ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેને પરિણામે આજે સવારથી ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિનો માહોલ બની રહ્યો છે. પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદ નોંધી હુમલાખોર છ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ ગામમાં હવે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ગામમાં સતત પેટ્રોલિંગ કરી ગામમાં પૂર્વવત શાંતિ સ્થપાય તે માટે પ્રયત્ન કરી રહી છે. જોકે હાલમાં ગામમાં રહેતા લોકોમાં એક પ્રકારનો ઉચાટ જોવા મળી રહ્યો છે પોલીસ ગામમાં ફરીવાર આવી સ્થિતી ઉભી ન થાય તે માટે સતત નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...