તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:માણસાની સિવિલ હોસ્પિટલમાં કોવિડકેર સેન્ટર અને વેક્સિનેશન શરૂ કરવા માંગ

માણસા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 8 બેડનું કોવિડ સેન્ટર શરૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ બંધ કરી દેવાયું હતું

માણસા શહેરમાં આવેલી તાલુકાની એકમાત્ર જનરલ હોસ્પિટલને દર્દીઓની સારવાર માટેના તમામ સાધનસામગ્રીથી સજ્જ કરાઈ છે અને તેનો લાભ તાલુકાના દર્દીઓને મળી રહ્યો છે પરંતુ કોરોનાની બીજી લહેરમાં મોટ પ્રમાણમાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે દર્દીઓને સિવિલ હોસ્પિટલનો કોઈ જ લાભ મળી રહ્યો નથી.

આ ઉપરાંત હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ હોવા છતાં અહીં ફિઝિશિયન ડોક્ટરના અભાવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે છે તો થોડા દિવસ અગાઉ અહીં 8 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું. જે 2-4 દિવસમાં જ ઓક્સિજનની અછતને કારણે બંધ કરી દેવાયું હતું. આ સાથે જ દાતાઓના સહયોગથી બનેલ નમો કોવિડ કેર સેન્ટર પણ બંધ થઈ ગયું હતું.

હવે માણસામાં ફક્ત 2-3 હોસ્પિટલોમાં જ ઓક્સિજન સાથેની મર્યાદિત બેડની સુવિધા છે. જેથી કોરોનાના દર્દી જ્યારે ગંભીર હાલતમાં હોય છે અને ઓક્સિજનની જરૂર પડે તેવા સંજોગોમાં પરિવારજનોને ભારે દોડધામ કરવી પડતી હોય છે તો બીજી બાજુ માણસાની સિવિલ હોસ્પિટલને ધારાસભ્ય સુરેશભાઈ પટેલ તેમજ અન્ય દાતાઓ તરફથી મોટી રકમનું ફંડ કોરોનાના દર્દીઓની દવા ઓક્સિજન વેન્ટિલેટર સહિતની સુવિધા વધારવા માટે અપાઈ રહ્યું છે. તેમ છતાં તાલુકાના દર્દીઓને આમથી તેમ ભટકવુ પડે છે. આ ઉપરાંત સરકાર જ્યારે વેક્સિનેશન પર ભાર મૂકી રહી છે તેવા સંજોગોમાં માણસા સિવિલમાં વેક્સિનેશનનો જે કાર્યક્રમ ચાલતો હતો તેને પણ હવે બંધ કરી દેવાયો છે અને અર્બન હેલ્થ સેન્ટરમાં મર્યાદિત સ્ટાફ હોવા છતાં ટેસ્ટિંગ, આર.ટી.પી. સી. આર અને વેક્સિનેશન બધું જ એક જ સ્થળે રખાતા સવારથી જ લોકોની ભીડ ઊમટી પડે છે. તેવામાં કોરોનાની ગાઈડલાઈનનું કોઈપણ રીતે પાલન થતું નથી.

કલોલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા જ નથી
કલોલ સહિત ગામડાઓમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સંક્રમિત દર્દીઓને ઓક્સિજનનું લેવલ ઓછું થતા દર્દીને કલોલની હોસ્પિટલમાં દાખલ કરવા જતાં બેડ ખાલી નથી, તેવા જવાબ હોસ્પિટલ તંત્ર દ્વારા મળી રહ્યાં છે. રોજના 50 થી 60 દર્દીઓ દાખલ થવા માટે એક દવાખાનાથી બીજા દવાખાને રઝળી રહ્યા છે.

બેડના ન મળતા તેઓ ગાંધીનગર તેમજ અમદાવાદની હોસ્પિટલ તરફ દોડી રહ્યાં છે. ત્યાં પણ દાખલ થવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્રારા 1 મે એ ગુજરાતના સ્થાપના દીન દિવસથી 18 થી 44 વર્ષની ઉંમરના લોકોને રસી આપવાનું જાહેર કરાયું હતુ. પરંતુ 1 મેથી ફક્ત મહાનગરોમાં વેક્સિન આપવાનું શરૂ કરાયું હતુ. અત્યારે તાલુકા કક્ષાએ હજી વેક્સિન આપવાનું શરૂ કરાયુ નથી. છતાં યુવાનો આરોગ્ય કેન્દ્રો પર પહોંચી જતા જોવા મળ્યા હતા ત્યારે રાહ જોવી પડશે તેવા જવાબ મળતા ધક્કો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો