માછલીઓનાં મોત:માણસાના તળાવમાં ઓક્સિજન ઘટી જતાં માછલીઓનાં મોત

માણસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણસાના તળાવમાં ઓક્સિજનના અભાવે માછલીઓના મોત થયા. - Divya Bhaskar
માણસાના તળાવમાં ઓક્સિજનના અભાવે માછલીઓના મોત થયા.
  • મૃત માછલીઓ ઉપર દવાનો છંટકાવ કરાયો હતો

માણસા નગરપાલિકા કચેરી પાસે આવેલ ચંદ્રાસર તળાવના પાણીનું સ્તર ઓછું થતાં અને ઠંડીના કારણે તળાવની અંદર રહેલી માછલીઓ ઓક્સિજનની ખામીના કારણે ઓચિંતી આજે સવારે તરફડીને મરવા લાગી હતી. જેને લઇને જોતજોતામાં તળાવ કિનારે મૃત માછલીઓનો ઢગલો થઈ ગયો હતો. આ બાબતની જાણ પાલિકા તંત્રને કરતા પાલિકાએ દુર્ગંધ ન ફેલાય તે માટે મૃત માછલીઓના ઉપર દવાનો છંટકાવ કર્યો હતો અને માટી નાખી તળાવમાં પાઇપ લાઇનથી નર્મદાનું પાણી નાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

માણસામા ચંદ્રાસર તળાવના વિકાસ માટેનું કામ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે સવારે તળાવમાં રહેલી નાની મોટી માછલીઓ અચાનક ટપોટપ મરવા લાગી હતી. પાણીના ઉપર ઢગલાબંધ મૃત માછલીઓ દેખાતા કોઈએ આ બાબતની જાણ નગરપાલિકાને કરતા પાલિકાનો સ્ટાફ તાત્કાલિક તળાવ કિનારે પહોંચી ગયો હતો.

તળાવમાં પાણીનું પ્રમાણ ઘટી જતા અને ઠંડીના કારણે ઓક્સિજનના અભાવે મૃત્યુ પામેલી નાની-મોટી માછલીઓને એક બાજુ ખસેડી દુર્ગંધ ન મારે તેમજ શ્વાન જેવા પ્રાણી વધુ ગંદકી ન કરે તે માટે તેના પર દવાનો છંટકાવ તેમજ માટી નાખી દબાવી દેવામાં આવી હત જેના કારણે દુર્ગંધના કારણે ત્યાંથી અવરજવર કરતા લોકોને તકલીફ પડતી હતી તે ઓછી થઈ હત તળાવમાં રહેલી બીજી માછલીઓ પણ આ રીતે મોતને ભેટે તે પહેલા પાલિકા દ્વારા તળાવની મોટી પાઇપ લાઇનથી નર્મદાનું પાણીમાં નાખવાનું શરૂ કરી દેવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...