તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:માણસાના લોદરા ગામમાં કોંગ્રેસ દ્વારા EVMના બેસણાંનો કાર્યક્રમ યોજાયો, આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવા માગ

માણસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસા આમ આદમી પાર્ટી દ્વારા EVM હટાવો ઝુંબેશ હેઠળ વિરોધ પ્રદર્શન
  • ઇવીએમનું બેનર લોદરાના ચોકમાં લટકાવી ખરખરો કર્યો તો મહિલાઓએ મશીનના છાજીયા લઇ ઉગ્ર દેખાવો કર્યા

માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસે કારમો પરાજય સહન કરવો પડ્યો છે ત્યારે આજે તાલુકાના લોદરા ગામે કોંગ્રેસની હાર માટે ઇવીએમ મશીન ને કારણભૂત માની તેનું બેસણું યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો અને મહિલાઓએ દેખાવો કર્યા હતા.જ્યારે માણસા આમ આદમી પાર્ટી દ્વારા EVM હટાવો ઝુંબેશ હેઠળ વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.

માણસા તાલુકાની 26 અને જિલ્લા પંચાયતની 7 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર ભાજપે કબજો કર્યો છે અને તાલુકાની 26 બેઠકો પૈકી 19 બેઠક અને જિલ્લાની સાત પૈકી પાંચ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.કોંગ્રેસે પોતાની હાર માટે ઇવીએમને જવાબદાર માની મશીનમાં ગોટાળાના આક્ષેપ સાથે આજે લોદરા ગામે ઇવીએમનું બેસણું રખાયુ હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરવતસિંહ ચાવડા, લોદરા બેઠકના ઉમેદવાર કાળુસિંહ રાઠોડ, યુથ કોંગ્રેસ પ્રમુખ પિયુષ પંચાલે ઇવીએમનું બેનર ગામના ચોકમાં લટકાવી ખરખરો કર્યો હતો તો મહિલાઓએ મશીનના છાજીયા લઇ દેખાવો કર્યા હતા અને આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાય તેવી માંગ કરી હતી તો તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિથી ભાજપની જીત થઈ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી માણસાએ ઇવીએમ હટાવો ઝુંબેશ હેઠળ વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...