તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:માણસા તાલુકા, જિલ્લા પંચાયતની બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા

માણસા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતની બેઠકો માટે 39 ફોર્મ ભરાયાં

માણસા તાલુકા પંચાયતની 26 અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે કોંગ્રેસે ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપી ઉમેદવારી કરાવી છે. તાલુકા પંચાયતમાં એક અને જિલ્લા પંચાયતમાં એક ઉમેદવાર રીપીટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ ઘણી બેઠકો પર અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસ સુધીમાં તાલુકા પંચાયત ની બેઠકો માટે 134 ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે 39 ફોર્મ ભરાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હતો. જેમાં ગઇકાલ સુધીમાં ભાજપે પોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવી દીધા હતા. પરંતુ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી શકી નહોતી. જેથી આજે સવારથી સંભવિત ઉમેદવારો પોતાના નામેની રાહ જોઇને બેઠા હતા. ત્યારબાદ ઉમેદવારોને જાણ કરી નંબર આપવામાં આવ્યા હતા. કોંગ્રેસની યાદી મુજબ તાલુકાની 26 સીટોમાંથી ગત ટર્મના આજોલ બેઠકના સદસ્યને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે. તો જિલ્લા પંચાયતની ચરાડા બેઠકના ઉમેદવાર રીપીટ કર્યા છે. તો બે બેઠક પરથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરવતસિંહ ચાવડાએ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસે આપેલા મેન્ડેડવાળા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘણી બેઠકો પર કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. જિલ્લા પંચાયતની મહુડી બેઠક માટેના દાવેદાર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ નારાજ થઈ આજે પક્ષનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા હતા.

તાલુકાની બેઠકો પર અત્યાર સુધીમાં 134 અને જિલ્લા પંચાયતની બેઠકો પર 39 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવનારા દરેક ફોર્મની ચકાસણી અને પરત ખેંચવાની તારીખ બાદ ચૂંટણીનું સાચુ ચિત્ર બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો