ફરિયાદ:માણસા ભાજપના ઉમેદવારે હોર્ડિંગ્સ ન હટાવતાં ચૂંટણી અધિકારીને ફરિયાદ

માણસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણસા ભાજપના ઉમેદવારના હોર્ડિંગ્સ બાબતે ચૂંટણી અધિકારીને ફરિયાદ - Divya Bhaskar
માણસા ભાજપના ઉમેદવારના હોર્ડિંગ્સ બાબતે ચૂંટણી અધિકારીને ફરિયાદ
  • માણસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીસિંહ રાઠોડે ફરિયાદ કરી

માણસા મતવિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઉમેદવારના પ્રચારના હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે અને તે આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જણાવી આ બાબતે તાલુકા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી બેનરો હટાવવા માટે માંગ કરી છે. તંત્ર દ્વારા આ બેનરો મોટેભાગે હટાવી લેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ 37 માણસા વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને મતદાન તારીખ નજીક આવતા રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવા અને પોતાના તરફે મતદાન કરાવવા માટે અનેક રીતે પ્રચાર કરી રહ્યા છે.

ત્યારે માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર જે.એસ.પટેલના હોડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીસિંહ રાઠોડને ધ્યાને આવતા તેમણે આ બાબતે ચૂંટણી અધિકારીને એક ફરિયાદ આપી ગામે ગામ લગાવવામાં આવેલા આવા હોડિંગ્સના કારણે આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જણાવી તેને તાત્કાલિક હટાવવા માટે માગ કરી છે.

ફરિયાદ સંદર્ભે વહીવટી તંત્રએ કાર્યવાહી અને તપાસ હાથ ધરી તેને હટાવવામાં આવ્યા છે તેમ છતાં કોંગ્રેસનો આક્ષેપ છેકે, કોઈપણ જાતની મંજૂરી વિના લગાવવામાં આવેલા આવા બેનરો હજુ પણ ઘણી જગ્યાએ લગાવેલા છે, પરંતુ ભાજપના દબાણના કારણે તેને હટાવવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...