તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દેલવાડા ગામે પિતરાઇ ભાઇએ ખોટું વિલ બનાવી જમીન હડપ કરી લેતાં ફરિયાદ

માણસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઈના અવસાન બાદ વિધવા ભાભીનું ખોટું વિલ બનાવ્યું હતું
  • જમીન હડપવાની કોશિશ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઇ

દેલવાડા ગામે ચાર ભાઈઓના કુટુંબમાં સૌથી મોટાભાઈના અવસાન બાદ તેમના વિધવા પત્ની નામનું ખોટું વીલ બનાવી તેમની જમીન અને મિલકતની નોંધ કરાવી દેનાર પિતરાઇ ભાઇ વિરૂદ્ધ બહેને ગાંધીનગર સીટમાં ફરિયાદ આપ્યા બાદ તપાસને અંતે ગુનો બનતો હોવાના રિપોર્ટના આધારે માણસા પોલીસે ખોટા વીલનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન હડપ કરવાની કોશિશ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દેલવાડા ગામે ખરવાડ વાસમાં રહેતા અને વકીલાત કરતા હસુમતીબેન પટેલના પિતા લક્ષ્મણભાઈ અને તેમના ત્રણ ભાઈ ગાંડાભાઈ, દવજીભાઈ અને ગોરધનભાઇ મળી ચારે ભાઈઓના ભાગે વારસાઈથી વડીલોપાર્જીત જમીન ભાગમાં આવી હતી તે પૈકી સૌથી મોટા ભાઈ ગાંડાભાઈના અવસાન બાદ તેમને કોઈ સંતાન ન હોવાથી તેમના પત્ની મંગુબેનના નામે જ જમીન ચાલતી હતી.

મંગુબેનનું પણ 2012માં અવસાન થતા તેમના દિયર દવજીભાઈ ના પુત્ર અતુલભાઈએ મંગુબેનના નામનુ ખોટુ વિલ બનાવી તેમની તરફેણમાં હક્ક હિસ્સો પોષાતો હોવાનું બતાવી માણસા મામલતદાર કચેરીમાં નોંધણી કરાવી હતી જે મંજૂર પણ થઈ ગઈ હતી.આ ઉપરાંત પણ આ ખોટા વીલ નો ઉપયોગ કરીને બીજી નોંધ પણ પડાવી હતી જે વારસાઈ પ્રોબેટ મેળવી ન હોઈ રદ કરાઈ હતી.

આ બાબતની જાણ હસુમતીબેન ને થતાં તેમણે પરિવારમાં સીધી લીટીના વારસદાર હોવા છતાં તેમનો હક ડૂબાડવા મંગુબેનનું ખોટું વિલ બનાવી બનાવટી સહીઓ કરાવી પોતાની તરફેણમાં જમીન અને મિલકત હડપ કરવાની કોશિશ કરનાર પિતરાઈ અતુલભાઇ દવજીભાઈ ઉર્ફે દ્વારકાદાસ રામદાસ પટેલ વિરુદ્ધ ગાંધીનગર એસઆઈટી માં ફરિયાદ આપતાં તપાસ એસઓજીને સોંપાતા મંગુબેનની બનાવટી સહીથી બનાવાયેલું વિલ ખોટુ જણાતા આ બાબતે ગુનો બનતો હોવાનો રીપોર્ટ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...