ચાઈનીઝ દોરી ઝડપાઇ:માણસાના માર્કેટમાંથી ચાઈનીઝ દોરી ઝડપાઇ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 55 ફીરકી જપ્ત કરી 2 સામે ગુનો

માણસા શહેરમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સ પાસેના જનતા સુપર માર્કેટમાં બે વેપારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટા જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની માણસા પોલીસને બાતમી મળતા પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ત્યાંથી 55 ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી. તે વખતે જથ્થો રાખનારા બે ઈસમો પણ મળતા પોલીસે તમામ મુદ્દા માલ કબજે લઈ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનની ટીમ માણસા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, માણસા એસટી ડેપો પાસે આવેલા મહાવીર કોમ્પલેક્ષની નજીકમાં આવેલા જનતા સુપર માર્કેટમાં બે વેપારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે અને અહીં મોટી માત્રામાં જથ્થો હોવાની આશંકા હોવાની બાતમી મળી હતી.

પોલીસે સ્થળે જઈ જોતા દુકાન નંબર 103માં બે ઈસમો બેઠેલા હતા જેમને પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ મિતેશ રાજુભાઈ સિંધી ર(હે.રાધે ગ્રીન્સ સોસાયટી માણસા) અને મયુર કિશનભાઇ સિંધી (રહે.ગંગા રેસીડન્સી માણસા) હોવાનું જણાવ્યું હતું અને તેમને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા અહીંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફીરકી પોલીસને મળી આવી હતી. જે બાબતે આ બંનેની પૂછપરછ કરતાં તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...