તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:માણસામાં રોડ નહીં બને તો ઉગ્ર આંદોલન કરવા ચીમકી, 9 સોસાયટીના રહીશોએ 2 વર્ષથી ફાળો ભરવા છતાં પાયાની સુવિધા ન મળતાં રોષ

માણસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
માણસાની નવથી વધુ સોસાયટીમાં રોડ નહીં બનતા રહીશોમાં આક્રોશ. - Divya Bhaskar
માણસાની નવથી વધુ સોસાયટીમાં રોડ નહીં બનતા રહીશોમાં આક્રોશ.
 • વિવિધ ક્ષતિઓ હેઠળ ફાઇલ 1 વર્ષ પડી રહ્યા બાદ પરત મોકલાતા ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ થાય છે: શહેર કોંગ્રેસ પ્રમુખ, પાલિકાના એન્જિનિયર તેમજ CO ફાઈલો મોકલવામાં ચાર માસ લગાડે છે: વિપક્ષના નેતા

માણસામાં આવેલી વર્ષો જૂની નવ થી વધુ સોસાયટીઓમાં લોક ભાગીદારીથી રોડ-રસ્તાના કામ બાબતે સરકારની 80 ટકા ગ્રાન્ટ અને લોકફાળાની 20 ટકા રકમથી રોડ બનાવવા આ સોસાયટીના લોકોએ પોતાનો ફાળો પાલિકામાં જમા કરાવ્યા છતાં પણ બે વર્ષથી આ સોસાયટીઓમાં રોડ બન્યા નથી જે બાબતે રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જો તેનો જલ્દી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. જેના કારણે હાલમાં આ મામલે તંત્રમાં થોડી હલચલ મચી જવા પામી છે.

માણસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જન ભાગીદારી હેઠળ બનતા રોડ માં 20% સોસાયટીનો લોકફાળો, 10% પાલિકાનો ફાળો તેમજ 70% ગુજરાત સરકારની ગ્રાન્ટ આવતી હોય છે. સોસાયટીએ ભરવાના થતા 20 % માં ધારાસભ્ય સુરેશભાઈ પટેલ દ્વારા શહેરની મોટાભાગની સોસાયટીઓમાં 10 % ગ્રાંટ ફાળવી દરેક સોસાયટીને મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલ છે. ધારાસભ્ય દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ બે વર્ષથી પાલિકામાં આવી ગઈ છે. 10% સોસાયટીના રહીશો દ્વારા લોકફાળો પણ બે વર્ષ પહેલા ભરાયો છે તેમ છતાં શહેરમાં આવેલી આ વર્ષો જૂની સોસાયટીઓમાં હજુ સુધી પાકા રોડ રસ્તા બન્યા નથી.

આ બાબતે ઉગ્ર આક્રોશ સાથે માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકાના કોર્પોરેટર ડો. પંકજભાઈ પટેલે ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં થી આવતી 70 % ગ્રાન્ટ બે વર્ષ થવા છતાં નવી નવી ક્ષતિઓ હેઠળ ફાઇલ એક વર્ષ પડી રહ્યા બાદ પરત મોકલી ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ કરે છે. આથી શહેરની સત્યમ સોસાયટી, માધવપાર્ક સોસાયટી, શાલીન સોસાયટી, શિવમ સોસાયટી, ઉમિયાનગર સોસાયટી, સજ્જનનગર સોસાયટી, ઠચરાજ સોસાયટી, જલધારા સોસાયટી, અંબિકા સોસાયટી તેમજ અન્ય સોસાયટીના રહીશોએ આ સ્કીમ હેઠળ બે વર્ષથી એડવાન્સ પૈસા નગરપાલિકામાં ભરવા છતાં પણ પાકા રોડથી વંચિત છે. આ બધી સોસાયટી 25 વર્ષ જૂની સોસાયટી હોવા છતાં પાલિકા હોવા છતાં પાલિકા દ્વારા રહીશોને કોઈ લાભ મળતો નથી. જેને કારણે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે માણસાની સમગ્ર સોસાયટીઓ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ઉપવાસ આંદોલન કરી પાલિકાના ટેક્સનો બહિષ્કાર કરવામાં આવશે.

આ બાબતે પાલિકાના વિરોધ પક્ષના નેતા વિજયસિંહ રાઓલે આ સોસાયટીના રોડ રસ્તામાં વિલંબ થવા બાબતે આરોપ મૂકતા જણાવ્યું હતું કે માણસા પાલિકાના જવાબદાર એન્જિનિયર તેમજ ચીફ ઓફિસર દ્વારા ફાઈલો તૈયાર કરી મોકલવામાં ચાર મહિના લગાડે છે. ત્યારબાદ સરકારમાં એક વર્ષ સુધી આ ફાઇલ પડી રહ્યા બાદ ક્ષતિ કાઢવામાં આવે છે. જેનો ભોગ સોસાયટીની આમ જનતાએ ભોગવવો પડે છે. માણસા નગરપાલિકાના સત્તાધીશો તેમજ સત્તાધારી પક્ષ આ સોસાયટીના રહીશો પાસેથી વેરો વસૂલવામાં વિલંબ કરતા નથી. પરંતુ સત્તા પર બેઠા બાદ વિકાસના કામો ચૂંટણી આવવાની થાય ત્યારે જ થાય તે પ્રમાણેનું આયોજન કરી મતોનું રાજકારણ રમી રહ્યા છે અને હવે જુઓ ટૂંક સમયમાં આ પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે સોસાયટીઓના રહીશો સાથે મળી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો