અકસ્માત:લોદરા પાસે વાહનની ટક્કરે બાઇક સવાર દંપતી ઇજાગ્રસ્ત

માણસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અજાણ્યો વાહનચાલક ફરાર થયો

ગાંધીનગર વિજાપુર હાઇવે પર આવેલ લોદરા ચાર રસ્તા પાસે અજરાપુરા ગામનું બાઈક સવાર દંપતી રોડ ઓળંગી રહ્યું હતું, તે વખતે વિજાપુર તરફથી આવી રહેલ અજાણા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવાર દંપતી નીચે પટકાયું હતું. જેમાં મહિલાને માથાના ભાગે તેમજ બાઈક ચાલકને કમરના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક તેમને માણસા અને ત્યારબાદ અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. જે બાબતે ઇજાગ્રસ્તે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના અજરાપુરા (કુવાદરા) ગામે રહેતા અને મૂળ વાળીનાથ ગામ તાલુકો જીલ્લો મહેસાણાના વતની 56 વર્ષિય મહેશવન વરવાવન ગોસ્વામી અજરાપુરામા મંદિરની સેવા પૂજા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે ગઈકાલે તેમના પત્ની જ્યોત્સનાબેન સાથે તેમનું બાઈક લઈ માણસા બજારમાં શાકભાજી તેમજ કરિયાણું લેવા માટે આવ્યા હતા અને માણસા ખાતે તેમનું કામકાજ પૂરું કરી તેમના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે બપોરે બે વાગે ગાંધીનગર વિજાપુર હાઇવે પર આવેલ લોદરા ચાર રસ્તા પાસે પહોંચ્યા તે વખતે મુખ્ય હાઇવેથી અજરાપુરા જવાના રોડ બાજુ વાળાંક લેતી વખતે વિજાપુર તરફથી આવી રહેલી એક ફોરવીલના ચાલકે પોતાનું વાહનપુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈક સવાર દંપતીને ટક્કર મારતા બંને જણા રોડ પર નીચે પટકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...