ક્રાઇમ:પરબતપુરા ગામે વીજફોલ્ટ માટે ગયેલા UGVCLના વાયરમેન પર હુમલો

માણસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિકે અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કર્યો

માણસા યુ.જી.વી.સી.એલ કંપનીમાં વાયરમેન પર પરબતપુરા ગામે હુમલો થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પરબતપુરા ગામે રહેતા રાજેશકુમાર ભગવાનદાસ પટેલે સોમવારે સાંજે ફોન કરીને પોતાના ઘરની લાઈટો બંધ હોવાની ફરિયાદ કરી હતી. જેને પગલે ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા દેવાજી અજમલજી ઠાકોરે તપાસ કરતા મુખ્ય વીજ પોલથી ઘર સુધીનો કેબલ શોર્ટ થઇ ગયેલો હોવાનું સામે આવ્યું હતું.

જેને પગલે બીજા દિવસે નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે દેવાજી સહિતના કર્મચારીઓની ટીમ શોભાસણ ગામે વીજપોલ ખસેડવાનું કામ હોવાથી ત્યાં ગઈ હતી. તે કામ પુરૂ કરીને વાયરમેન પોતાનાં સહકર્મચારીઓ સાથે નવો વીજવાયર લઈ પરબતપુરા ગામે ગયા હતા. અહીં રામજી મંદિર પાસે આવેલા વીજ થાંભલા પાસે પહોંચી મુખ્ય વાયર બદલવાની કામગીરી શરૂ કરતા હતા તે જ સમયે મકાનમાલિક રાજેશભાઈ હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યો હતો.

તેણે ગાળાગાળી કરી દેવાજીને બરડાના ભાગે અને પગમાં લાકડી મારી હતી તે વખતે સહ કર્મચારીએ તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં તેમની સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો હતો. આ સમયે હોબાળો થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ વાયરમેનેને વધુ મારમાંથી બચાવ્યા હતા. હુમલાનો ભોગ બનેલા વાયરમેને પોતાના અધિકારીઓને બનાવની જાણ કરી આ અંગે માણસા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.રામજી મંદિર પાસે આવેલા વીજ થાંભલા પાસે પહોંચી મુખ્ય વાયર બદલવાની કામગીરી શરૂ કરતા હતા તે જ સમયે મકાનમાલિક રાજેશભાઈ વાયરમેન પર હુમલો કરવા માટે પહોંચ્યો હતો. અને ત્યારબાદ તેને માર માર્યો હતો. આસપાસના લોકોએ તેને બચાવ્યો હતો.