તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:માણસામાં વાડાની સફાઈ બાબતે પરિવાર પર હુમલો

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલાખોરો જતાં-જતાં બીજી વખત વાડામાં પગ મુકશો તો જાનથી મારવાની ધમકી આપી

માણસા શહેરમાં આવેલ હાઈસ્કૂલની પાસે વાડાની સફાઈ મુદ્દે 2 પરિવારો વચ્ચે મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

માણસા શહેરમાં આવેલ આર.બી.એલ.ડી હાઈસ્કૂલ પાસેના દંતાણી વાસમાં રહેતા શ્રમિક પરિવારના સજનબેન વિષ્ણુભાઈ દંતાણીની પુત્રવધુ સવારે પોતાના વાડામાં સાફ-સફાઈ ફરીને ઘરે આવી હતી. ત્યારે બપોરના સમયે હાઈસ્કૂલની પાછળના વાસમાં રહેતા સંજયભાઈ કસ્તુરભાઈ દંતાણી અને લાલાભાઇ કસ્તુરભાઈ દંતાણી સજન બેનના ઘરે આવ્યા હતા અને અમારા વાડામાં સાફ-સફાઈ કેમ કરો છો તેમ કહીં ગાળાગાળી કરવા લાગતા સજનબેને ગાળો બોલવાની ના પાડી અમારો વાડો છે તેથી અમે સાફ-સફાઈ કરીશું તેવું કહેતા ઉશ્કેરાયેલા સંજયભાઈએ સજનબેનને લાકડી ફટકારી હતી.

તે સમયે મહિલાના પતિ 2 પુત્રો અને પુત્રી તેમને છોડાવવા માટે આવી ગયા હતા તે સમયે ઝઘડો કરનાર સંજયના પિતા કસ્તુરભાઈ અને જમાઈ દિનેશભાઈ પણ આવી ગયા હતા અને બધાએ ભેગા મળી સજનબેન તેમના પતિ, 2 પુત્રો અને પુત્રીને ગાળાગાળી કરી ગડદાપાટુ માર મારતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ આ પરિવારને વધુ મારમાંથી બચાવ્યો હતો. હુમલાખોરો જતાં-જતાં પણ બીજી વખત વાડામાં પગ મુકશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જે બાબતે ઇજાગ્રસ્ત થયેલા પરિવારે સારવાર બાદ માણસા પોલીસમાં ગુનો નોંધાવ્યો.

અન્ય સમાચારો પણ છે...