ફરિયાદ:ખેડૂતે ખેતરમાંથી પસાર થવાની ના પાડતા 3 લોકોનો હુમલો

માણસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસાના હનુમાનપુરામાં બનેલી ઘટના
  • 1 મહિલા સહિત 3 સામે ખેડૂતે માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ

માણસામાં ખેડૂતે ખેતરમાંથી નીકળવાની ના પાડતા ત્રણ લોકોએ હુમલો કર્યો હતો. માણસાના હનુમાનપુરામાં રહેતા 47 વર્ષીય મહેશકુમાર રમણભાઈ પટેલ શુક્રવારે સવારે ખેતરમાં ટ્રેક્ટર લઈને ખાતર ભરવા ગયા હતા. આ સમયે ખેતર પાડોશી લાલાભાઈ જગાભાઈ પટેલ તેમના ખેતરમાંથી પસાર થતા હતા. જેથી તેઓએ તેમને રોકીને કાયદેસરના રસ્તેથી જવા માટે કહ્યું હતું.

જેને પગલે લાલાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. મહેશભાઈએ ગાળો બોલવાની ના કહેતાં જગાભાઈ કાંતિભાઈ પટેલ અને તેઓની પત્ની લાલાભાઈનો પક્ષ લઈ હાથમાં પાવડાના ધોકા લઈ આવી પહોંચ્યા હતા. ત્રણેય લોકોએ ભેગા મળી ખેતરમાંથી પસાર થવાની ના પાડનાર મહેશભાઈ મારમાર્યો હતો. જેમાં ધોકા વડે બરડા, હાથ અને કપાળના ભાગે માર માર્યો હતો.

દોડી આવેલા લોકોએ તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. જોકે જતાં-જતાં હુમલાખોરોએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તે માણસા સિવિલમાં સારવાર લીધા બાદ ત્રણે વિરુદ્ધ માણસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...