સ્વૈચ્છિક બંધ રાખવા તૈયાર:માણસા બંધના એલાન અંગે કિસાન સંઘને એપીએમસીએ સમર્થન જાહેર કર્યું

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે 3 તારીખે માણસા બંધનું એલાન વેપારીઓ પણ સ્વૈચ્છિક બંધ રાખવા તૈયાર

ભારતીય કિસાન સંઘ છેલ્લા કેટલાક સમયથી સમાન વીજ દર સહિતના પ્રશ્નો સાથે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યું છે અને 25 ઓગસ્ટથી ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. ત્યારે કિસાન સંઘ દ્વારા આગામી 3 તારીખે માણસા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં એપીએમસી સહિત વ્યાપારી એસોસિયેશન બંધમાં જોડાશે.

પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને સરકારમાં રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરે છે પરંતુ જ્યારે કોઈ ખેડૂતોના હિતના પ્રશ્ન ઉકેલ ન આવે ત્યારે આંદોલનનો માર્ગ અપનાવો પડ્યો છે અને અત્યારે હાલ એ પરિસ્થિતિ ઉભી થવા પામી છે કિસાન સંઘ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને આપવામાં આવતી વીજળીને પ્રશ્ન આક્રમક બન્યું છે તેમાં મુખ્યત્વે હોર્સ પાવર અને મીટર બાબતે સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા ભારતીય કિસાન સંઘના કાર્યકરો તેમની વિવિધ પડતર માગણી લઈ 25 ઓગસ્ટથી ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...