તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:માણસાના માર્કેટયાર્ડમાં વરિયાળીની હરાજી થશે, 20 વર્ષ બાદ કિસાનોને લાભ મળતા આનંદ

માણસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માણસા માર્કેટયાર્ડમાં ચાલુ સાલે મગફળીની હરાજી શરૂ કરાઈ હતી જેનો ખેડૂતો અને વેપારીઓ તરફથી સારો પ્રતિસાદ મળતાં હવે માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશને આગામી સિઝનમાં વરિયાળીની પણ હરાજી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે માર્કેટયાર્ડના આ નિર્ણયથી જિલ્લાના ખેડૂતોને ઘર આંગણે પોતાની વરીયાળી વેચી શકશે.

માણસા માર્કેટ યાર્ડની સ્થાપના પછી પ્રથમ વખત ચાલુ સાલે મગફળીની હરાજી કરવાની વેપારીઓએ શરૂઆત કરી હતી અને બજારભાવે ખેડૂતોને સાચું તો યોગ્ય ભાવ મળતા તેમજ રોકડા નાણાં થી આ વિસ્તારના ખેડૂતો ખુબ ખુશ થયા છે અને તાજેતરમાં મળેલી માણસા માર્કેટયાર્ડના વેપારીઓની જનરલ સભા માં આવતી સિઝનમાં વરીયાળીની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે માર્કેટ યાર્ડમાં વર્ષો પહેલા પુષ્કળ પ્રમાણમાં વરિયાળીની આવક થતી હતી પણ 20 વર્ષથી ખેડૂતો વિસનગર તેમજ ઊંઝા તરફ માલ વેચવા જતા હતા જે અત્યારે ચાલુ છે ખેડૂતોને આટલી દૂર પોતાનો માલ વેચવા જતા સમયનો વ્યય પણ થાય છે અને માણસા તથા કલોલ તાલુકામાં મોટાપાયે વરીયાળીનું વાવેતર થાય છે તે જોતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે આ બાબતે માર્કેટયાર્ડ એસોસિયેશનના પ્રમુખ બી.કે. પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને મગફળીની જેમ જ વરિયાળીના પણ બજાર ભાવ પ્રમાણે યોગ્ય ભાવો મળી રહેશે અને ખેડૂતો ઘરઆંગણે જ પોતાનો માલ વેચી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો