દુર્ઘટના:પુંધરા ગામ નજીક એક્ટિવાચાલક પર બીજી કાર ફરી વળતા મોત થયું

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક કારે ટક્કર મારી, બીજી કારે કાર ચઢાવી દીધી

માણસાના પુંધરા ગામના વતનીનું એક્ટિવા લઈ આશ્રમ ચોકડીથી ગામ તરફ જઈ રહ્યા હતા. તે વખતે પાછળથી આવી રહેલી એક કારના ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર નીચે પટકાયા હતા. ત્યારે પાછળથી આવી રહેલ અન્ય એક કારના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી નીચે પટકાયેલા એક્ટીવા ચાલક ઉપર કાર ચડાવી દેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જે બાબતે કારચાલક વિરુદ્ધ મૃતકના પરિચિતે માણસા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના પુંધરા ગામે રહેતા પટેલ સાંકાભાઈ રેવાભાઇ ગઈકાલે બપોરે તેમનું એકટીવા લઈ આશ્રમ ચોકડીથી પુંધરા ગામ તરફ જઈ રહ્યા હતા. તે વખતે તેમના પાછળથી આવી રહેલ એક વેગન આર કારનાચાલકે ખાલી સાઇડના સાઈડ ગ્લાસથી ટક્કર વાગતા તેઓ વાહન સાથે નીચે પટકાયા હતા અને તે ઉભા થાય તે પહેલા પાછળથી આવી રહેલ એક સ્વીફ્ટ કારના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી નીચે પટકાયેલા એકટીવા ચાલકના ઉપર કાર ચડાવી દેતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને સારવાર માટે લઈ જવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓનો જીવ બચાવી શક્યા ન હતા. બીજી બાજુ અકસ્માત સર્જનાર બંને કારનાચાલકો પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટ્યા હતા. જે બાબતે મૃતકના પરિચિત વ્યક્તિએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાઇવે પર પૂરઝડપે દોડતાં વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ગામ નજીક બમ્પ બનાવવામાં આવે તો વાહનોની સ્પિડ ઘટે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...