તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:માણસાથી વિહાર તરફ નવા બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

માણસા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માણસા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત
 • વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરને અપાયેલા કોન્ટ્રાક્ટ બાબતે પણ શંકા વ્યક્ત કરાઈ

માણસાથી વિસનગર જતાં મુખ્ય હાઇવેનું વિહાર ગામ સુધી નવા રોડ બનાવવાનું મંજૂર થઇ ગયા બાદ હાલ કામ ચાલુ છે આ નવા બની રહેલા રોડમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે માણસા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પિયુષ પંચાલે નવા રોડમાં કેટલીક ક્ષતિઓનું પોતે નિરીક્ષણ કરી ફરીથી રોડ બનાવવા માંગ કરી છે સાથે વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયો તે બાબતે પણ શંકા વ્યક્ત કરી છે.

માણસાથી વિસનગર જતા મુખ્ય હાઇવેને પહોળો કરી નવો બનાવવા માટેનું સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક હોય ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ માણસાથી વિહાર સુધીનો નવો અને પહોળો ડામર રોડ બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે પરંતુ આ નવો બની રહેલો રોડ અનેક જગ્યાએથી હોટેલો અને ખાડા પડી ગયેલો છે હાલમાં ચાલી રહેલા કામ માં જે જગ્યાએ રોડ સારો છે ત્યાં નવો બનાવવામાં આવતો નથી પરંતુ જ્યાં થોડો તૂટેલો કે ખાડા જણાય તે જગ્યાએ નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે એમજ આખા રોડ પર મોટે ભાગે કપચી ઉખડી ગઈ છે.

નવા રોડ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે માણસા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પિયુષ પંચાલે આ રોડ પર જાતે જઈને નિરીક્ષણ કરતા આપ નવા બની રહેલા રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા વધુ નફો કમાઈ લેવાની આશાએ ડામર રોડના નિયત ધોરણો પ્રમાણે બનાવ્યો નથી અને તેમના કહેવા મુજબ હજુ નવા રોડનું કામ પૂરું થયું નથી ત્યાં રોડ પરથી કપચી ઉખડવા માંડી છે અમુક જગ્યાએ ખાડા જેમના તેમ રહેવા દેવામાં આવ્યા છે અને જુના રોડનો જે સારો ભાગ છે ક્યાં કોઈ જગ્યાએ મટિરિયલ નાખવામાં આવ્યું નથી જેથી સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયું હોવાનું ઘારણા છે.

આ ઉપરાંત તેમણે કરેલા આક્ષેપ મુજબ આ રોડ કોન્ટ્રાક્ટર અગાઉ પણ કામની બાબતમાં વિવાદોમાં સપડાયેલા છે એવા કોન્ટ્રાક્ટરને નવા રોડનું કામ આપ્યું તે પણ શંકાસ્પદ છે જેથી સમગ્ર બાબતે નવો રોડ તેના નીતિનિયમ ધારાધોરણ મુજબ મજબૂત અને ટકાઉ બનાવવામાં આવે તેવી તમને માંગ કરી છે.આ બાબતે હાલ ચકચાર મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો