તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:માણસા તાલુકા અને જિલ્લાની બેઠક પર ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

માણસા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસે હજી ઉમેદવારો જાહેર કર્યા નથી પણ મેન્ડેટની અપેક્ષાએ ફોર્મ ભરાયાં

માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી ત્યારબાદ આજે એ તમામ ઉમેદવારોએ સવારે શહેરના એક પાર્ટી પ્લોટમાં એકઠા થઈ પક્ષના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા બાદ પોતાના ટેકેદારો સાથે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરી સુપરત કર્યા હતા તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી પણ મેન્ડેટની અપેક્ષાએ ફોર્મ ભરાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, માણસા તાલુકા પંચાયતની 26 અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે આ વખતે ખરાખરીનો જંગ ખેલાવાનો છે.

આ ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે સ્પષ્ટ બહુમતીથી તાલુકો અને જિલ્લા પંચાયત સર કરવા માટે મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તમામ ઉમેદવારો આજે વાજતેગાજતે વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી તો કોંગ્રેસ પક્ષ દ્વારા હજી સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી પરંતુ બિન વિવાદ વાળી બેઠકો પર સંભવિત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે આજે જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ફોર્મ વિતરણ થયું હતું અને 22 ઉમેદવારોના ફોર્મ પરત આવ્યા હતા તેવી જ રીતે તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 9 ફોર્મનું વિતરણ થયું હતું અને 86 ઉમેદવારોના ફોર્મ પરત આવ્યા હતા જ્યારે નગરપાલિકાની એક વોર્ડની પેટા ચૂંટણીમાં આપ પાર્ટીના 1 ઉમેદવારનું ફોર્મ આજે પરત આવ્યું હતું.

જ્ઞાતિ પ્રમાણે ભાજપના ઉમેદવારોનો સમાવેશ
તાલુકા પંચાયત-26 બેઠકમાં 10 પટેલ , 3 રાજપૂત, 5 ચૌધરી, 6 ઠાકોર, 1 એસ.ટી , 1 એસ.સી ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લા પંચાયતની 7 બેઠકમાં 3 પટેલ, 1 રાજપુત, 2 ઠાકોર, 1 ચૌધરી ઉમેદવારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો