તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:માણસા તાલુકામાં આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા નીકળી, અનેક ગામોના લોકો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસા તાલુકામાં આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા નીકળી હતી. - Divya Bhaskar
માણસા તાલુકામાં આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા નીકળી હતી.
  • કોરોનાના કપરાકાળમાં અકાળે અવસાન પામલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

માણસા તાલુકામાં આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા ગુરૂવારે યોજાઈ હતી. યાત્રાનો શુભારંભ પ્રખ્યાત પુનિત ઘંટાકર્ણ મહાવીર અને કોટયર્ક મંદિરના પ્રાંગણમાંથી કરવામાં આવ્યો હતો. આ યાત્રા આશ્રમ ચોકડી, પુંધરા, લોદરા, ઈશ્વરપુરા(બદપુરા), ગ્રામભારતી, લિંબોદરા, બાલવા, આમજા, ધેંધુ, બોરૂ, ઈટાદરા થઈને માણસા ગાયત્રી મંદિર ખાતે પહોંચી હતી.

આમજા અને ઈટાદરા ગામે જાહેર સભામાં આપના નેતાઓ ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ વગેરીની ઉપસ્થિતિમાં કોરોનાના કપરા કાળમાં અકાળે અવસાન પામેલાં નાગરિકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. યાત્રા દરમિયાન રસ્તામાં અનેક ગામોએ વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો દ્વારા જનસંવેદના યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રીતે આ યાત્રા સફળતાથી સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...