દુર્ઘટના:રાજપુરા ગામના પાટિયા પાસે બસની ટક્કરથી યુવકનું મોત

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક બાઇક લઇને ઉનાવા તરફ જઇ રહ્યો હતો ત્યારનો બનાવ

સાબરકાંઠાના પોશીના તાલુકાનો યુવક બાઈક લઈ ઉનાવા ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે માણસા ગાંધીનગર હાઇવે પર આવેલા રાજપુરા ગામના પાટીયા પાસે પહોંચ્યો તે સમયે એક અજાણી બસના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તે રોડ ઉપર નીચે પડકાયો હતો. જેમાં તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું. જે બાબતે મૃતકના પિતાએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામે સંગ્રામ ફળીમાં રહેતો અમૃતભાઈ હરીશભાઈ ડાભી ગાંધીનગર જિલ્લાના ઉનાવા ખાતે આવેલ જી.ઇ.બી કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. જે સવારે ઘરેથી તેનું બાઇક લઈને નીકળ્યો હતો અને ઉનાવા ગામ તરફ જઈ રહ્યો હતો. માણસા થઈ ગાંધીનગર રોડ પર જતા રાજપુરા ગામના પાટીયા પાસે બપોરે 1:30 વાગ્યાના અરસામા પહોંચ્યો ત્યારે એક અજાણ્યા બસના ચાલકે તેનું વાહનપુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બાઈક ચાલકને ટક્કર મારતા તે રોડ પર નીચે પટકાયો હતો. જેમાં માથામાં અને શરીર પર ગંભીર ઇજાઓ થવા પામી હતી.

અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત બાઈક સવાર યુવકને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર ઇજાઓ થયેલી હોવાના કારણે તેને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો. બીજી બાજુ અકસ્માતની જાણ થતા મૃતક યુવકના પિતા તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા અને અકસ્માત બાબતે માહિતી મેળવી માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...