તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બોરૂ ગામમાં ખેતમજૂર બાબતે ખેડૂત યુવક પર કોદાળીથી હુમલો

માણસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસા પો. સ્ટે.માં હુમલાખોર 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ
  • ખેતમજૂરો અમારે ત્યાં મજૂરી માટે કેમ નથી આવતા કહી પડોશીએ ગાળાગાળી કરી ખેડૂત અને તેની માતા પર કોદાળી વડે હુમલો કર્યો

માણસા તાલુકાના બોરુ ગામે સરકારી બોર પાસે આવેલા ખેતરમાં રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 30 વર્ષીય સુરેશભાઇ રામાભાઇ સેનમા ગઈકાલે સવારે જામળાથી બોરુ જતા રોડ પર આવેલા પોતાના કપાસના ખેતરમાં નિંદામણનું કામ કરતા હતા. અને તેમની સાથે અન્ય 4 ખેત મજૂર પણ કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના ખેતર પડોશી રાકેશભાઈ ભીખાભાઈ પટેલે સુરેશભાઈને બોલાવ્યા હતા. અને તારે ત્યાં ખેતમજુર આવે છે અને અમારે ત્યાં કેમ આવતા નથી.

એવું પૂછતા સુરેશભાઈએ પોતાના સંબંધો સારા હોવાથી ખેત મજૂરો આવે છે તેવું કહેતા ઉશ્કેરાયેલા રાકેશભાઈએ ગાળાગાળી કરી ખેતરની ઓરડીમાંથી કોદાળી લાવી સુરેશભાઈના માથા પર ફટકારી દીધી હતી. અને ઝપાઝપી કરવા લાગતા બૂમાબૂમ સાંભળી ઇજાગ્રસ્ત યુવકના માતા છોડાવવા માટે દોડી આવ્યા હતા. તે સમયે તેમને પણ કપાળના ભાગે કોદાળી થી ઇજા થઇ હતી. તો હુમલા બાદ હુમલાખોર ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ફરીથી તેના પિતા ભીખાભાઈ નથાભાઈ તથા ભાઈ મહેન્દ્રભાઇને સાથે લઈને આવ્યો હતો અને તું જ અમારા ત્યાં ખેત મજુરોને આવવા દેતો નથી તેવું કહી ત્રણેય જણાએ બિભત્સ ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.

ઇજાગ્રસ્ત માતા-પુત્રને હાજર લોકોએ તાત્કાલિક સારવાર માટે માણસા સિવિલમાં ખસેડયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીનગર અને અમદાવાદ સારવાર કરાવ્યા બાદ ઇજાગ્રસ્ત સુરેશભાઈએ માણસા પોલીસ સ્ટેશને હુમલાખોર ત્રણે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...