તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લોદરા ગામેથી વરલીનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

માણસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ઈસમને ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ

માણસા પાસેના લોદરા ગામે ગઈકાલે માણસા પોલીસે બાતમી આધારે રેડ કરી ગામમાં આવેલા રામજી મંદિરના ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે બપોરે માણસા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો હાજર હતા તે વખતે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે તાલુકાના લોદરા ગામે પટેલ ના માઢમાં રહેતો રોહિત ઉર્ફે લતીફ મહેન્દ્રભાઈ પટેલ નામનો ઇસમ ગામમાં આવેલ રામજીમંદિર ચોકમાં જાહેરમાં પોતાના અંગત આર્થિક લાભ સારું વરલી મટકાનો આંક ફરક નો જુગાર રમી રમાડી રહ્યો છે

જે બાતમી હકીકત આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ દૂરથી જોતાં આ ઈસમ હાથમાં ડાયરી અને પેન લઈને કંઈક લખતો જણાતા તેને ઝડપી પાડ્યો હતો અને તેના પાસેથી મળેલ મુદ્દામાલ જોતા વરલી મટકા નું સાહિત્ય હોવાનું જણાતા તેની તલાશી લેતા રોકડ રકમ 3220 તથા મોબાઇલ કિંમત 1500 મળી આવતા પોલીસે આ વરલી-મટકાનો આંકડા ક્યાં લખાવે છે તે બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે તેની અટકાયત કરી જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઈસમને ઝડપી તેની તપાસ હાથ ધરતાં તેની પાસેથી 3220 રોકડ રકમ તથા વરલી મટકાના સાહિત્ય સહિત મોબાઈલ જપ્ત કર્યો હતો. વધુ તપાસ આદરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો