કાર્યવાહી:ફાયર NOC વગરની માણસાની સરકારી પ્રાથમિક શાળાને સીલ કરતી નગર પાલિકા

માણસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણસામાં ફાયર એન.ઓ.સી વિનાની શાળાને સીલ કરાઈ હતી. - Divya Bhaskar
માણસામાં ફાયર એન.ઓ.સી વિનાની શાળાને સીલ કરાઈ હતી.
  • વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે બાજુના કેમ્પસમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

માણસા શહેરમાં આવેલી સરકારી પ્રાથમિક કુમાર શાળા નંબર 2ના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ગાઇડલાઇન મુજબ ફાયર એનઓસી મેળવવાની હતી પરંતુ આ શાળાએ વારંવારની નોટિસો આપ્યા બાદ પણ એનઓસી મેળવી ન હતી. સોમવારે પાલિકા દ્વારા ચાલુ શાળા સમય દરમ્યાન વિદ્યાર્થીઓને શાળાની બહાર મોકલી શાળાને સીલ કરી દેવામાં આવી હતી.

આ ઘટના અંગે તપાસ કરાતા સરકાર તરફથી ગ્રાન્ટ આવી ન હોવાથી ફાયરના સાધનોની ખરીદી થઈ શકી નથી. તેમ જાણવા મળી રહ્યુ છે. હાઇકોર્ટની ટકોર બાદ ફાયર સેફ્ટીની એનઓસી સિવાય ચાલતા એકમોને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે માણસા શહેરમાં આવેલી પ્રાથમિક કુમાર શાળા નંબર 2માં ફાયર સેફટી એનઓસી મેળવી ન હોવાથી માણસા નગરપાલિકા દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવું છે.શાળાને 3 મહિના અગાઉ ફાયર સેફટી બાબતે જરૂરી વ્યવસ્થા ગોઠવી એનઓસી મેળવી લેવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ માણસાની ફાયરની ટીમે રૂબરૂ મુલાકાત લઇ ફાયર સેફટી માટે જરૂરી સામગ્રી અને સુવિધા બાબતે વ્યવસ્થા કરવાનું જણાવ્યુ હતું. આવી સૂચના મળ્યા બાદ શાળાના આચાર્યએ સાધનસામગ્રીનો અંદાજ કઢાવી આશરે દોઢ લાખ રૂપિયાની જરૂરિયાત હોવાનું તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરી માહિતગાર કર્યા હતા. જોકે તાલુકા કક્ષાએ ગ્રાન્ટ ન હોવાના કારણે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતથી વાકેફ કરી ગ્રાન્ટની માંગણી કરી હતી. તેમ છતાં ગ્રાન્ટ ન મળવાના કારણે શાળામાં ફાયર સેફટી બાબતે કોઈ વ્યવસ્થા ઊભી થઈ શકી નહીં અને આ દરમિયાન પાલિકા દ્વારા એન.ઓ.સી મેળવી લેવા માટેની નોટિસો મોકલવામાં આવતી હતી.

નગરપાલિકાના ટાઉન પ્લાનીંગ આસિસ્ટન્ટ અને ફાયરની ટીમે આ શાળાએ પહોંચી વર્ગખંડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહાર મોકલી શાળાના મુખ્ય દરવાજાને સીલ મારી દીધું હતું જેથી આ શાળામાં ધોરણ 6થી 8માં ભણતા 100થી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે બાજુના કેમ્પસમાં આવેલી કન્યાશાળામાં અભ્યાસ માટેની વેકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...