તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ચરાડા પાસે અકસ્માતમાં ઘવાયેલા આધેડનું અંતે મોત

માણસા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • છૂટક મજૂરી કરતાં ઈસમ બકરીઓ માટે ચારો લેવા જતા હતા ત્યારે વાહનની ટક્કર વાગી હતી

માણસા પાસેના ચરાડા રોડ પર 8 દિવસ અગાઉ પગપાળા જતા આધેડને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેને પગલે તેને સારવાર હેઠળ અમદાવાદ ખસેડાયો હતો, જ્યાં ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ચરાડામાં ચામુંડાનગરવાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતાં 49 વર્ષીય પ્રતાપભાઈ બેચરભાઈ દેવીપુજક ગત 26 માર્ચના રોજ સાંજે તેમની બકરીઓ માટે ચારો લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાઠોડ પાલડી અને ચરાડા ગામ વચ્ચે પહોંચ્યા તે વખતે એક અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તે વખતે અકસ્માતની જાણ થતા તેમના પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તને માણસા સિવિલ પ્રાથમિક સારવાર બાદ ગાંધીનગર લઈ જવાયો હતો પરંતુ માથામાં ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો જ્યાં 8 દિવસથી સારવાર ચાલી રહી હતી. પરંતું રવિવારે મોત થયુ હતું. મૃતકના પુત્રે માણસા પોલીસમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો