દુર્ઘટના:રિદ્રોલમાં કામદારોના મકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી

માણસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી: જાનહાનિ ટળી

રિદ્રોલ ગામમાં આવેલા સાડીના કારખાનાની પાસે કામદારો માટે બનાવેલા મકાનોમાં ગેસ સિલિન્ડરથી આગ લાગી હતી. જોકે આગની જાણ થતાં દોડી આવેલી માણસા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. જોકે આગથી કોઇ જાનહાની નહી થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

જાનહાની નહી થતાં તંત્રએ રાહતનો દમ લીધો
જિલ્લાના માણસા તાલુકાના રિદ્રોલ ગામમાં આવેલા સિલ્કની સાડી બનાવવાના કારખાના પાસે કામદારો માટે મકાનો બનાવ્યા છે. જેમાં સવારે 7 કલાકના અરસામાં ગેસ સિલિન્ડરમાંથી એકાએક આગ લાગી હતી. જે પલકવારમાં મકાનને ઝપેટમાં લઇ લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં દોડી આવેલા માણસા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર સિદ્ધરાજસિંહ અને તેમની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે આગ લાગતા સમસેદભાઇ દાઝી જતા સારવાર માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આગને લીધે ઘરનો સામાન બળીને રાખ થઇ ગયો હતો. જ્યારે કોઇ જાનહાની નહી થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...