આગ:માણસા GIDCની રેલિંગ મિલમાં આગ ફાટી નીકળી

માણસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગના વિકરાળ સ્વરૂપને જોતા આસપાસની ફેકટરીમાં કામ કરતા લોકો આગ બુઝાવવા દોડી આવ્યા

માણસા જીઆઇડીસીમાં આવેલી રોલિંગ મિલમાં ગત મોડી રાત્રે અચાનક કોઈ કારણસર આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક લાગેલી આગના કારણે આજુબાજુની ફેક્ટરીમાં કામ કરતાં તેમજ અહીં રહેતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ માણસા ફાયર બ્રિગેડને કરવામા આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

માણસા GIDC પ્લોટ નંબર 610માં આવેલી હિન્દુસ્તાન રોલિંગ મિલમા ગત મોડી રાત્રે કોઈ કારણોસર ફરનેશ ઓઈલમા અચાનક આગ લગતા દોડધામ મચી ગઇ હતી અને આજુ બાજુની ફેક્ટરીમાં કામ કરતા લોકો આગ બુજાવવા દોડી આવ્યા હતા. આગ લાગી હોવા બાબતે માણસા નગરપાલિકા ફાયર શાખામા સંપર્ક કરતા, ફાયર ડ્રાઈવર ધર્મેશ મકવાણા, ફાયરમેન અનિકેત રાવળ અને સોહમ ચૌધરી, ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને લીડિંગ ફાયરમેન સંદીપ પારગી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જ્યાં આગનુ વિકરાળ સ્વરૂપ જોતા બીજી ટીમને જાણ કરી વોટર બાઉઝર મંગાવી ઇન્ડસ્ટ્રીમા લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચાલવી આગને નિયંત્રિત કરી હતી. આ દરમિયાન ફેક્ટરીમાં રહેલા માણસોને સુરક્ષિત જગ્યા પર બહાર કાઢી અને પક્ષીઓને પણ સુરક્ષિત કર્યા હતા.ફાયરની ટીમે ઇન્ડસટ્રીયલ વિસ્તારમાં ફાયર શાખા તથા પોતાના નંબરો આપી ભવિષ્યમા આવી દુર્ઘટના થાય તો ઝડપથી નિવારવા સંપર્ક કરવા સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...