તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માણસા ફતેપુરા રોડ પર કારની ટક્કરે 6 વર્ષનું બાળક ઇજાગ્રસ્ત

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળક પિતાને પાણી આપવા આવતો હતો ને અકસ્માત થયો

માણસાથી ફતેપુરા ગામમાં જવાના રોડ પર આવેલા ખેડૂતના બોરકુવા પર રહી છૂટક મજુરીનું કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના મોઢવા ખેડા ફળિયુ ગામના અલ્પેશભાઈ પારસીંગભાઈ નાયકા ગઈ કાલે સવારે તેના શેઠના બોરકુવાની જૂની ઓરડીનું કામ કરતા હતા. તે સમયે તેમનો છ વર્ષનો મોટો પુત્ર નિકુલ રોડ ક્રોસ કરી પાણીની બોટલ આપવા માટે આવી રહ્યો હતો. ત્યારે ફતેપુરા ગામ તરફથી પુરઝડપે આવી રહેલ કારે પુરઝડપે ચલાવીને બાળકને ટક્કર મારતા તે રોડની સાઈડમાં પટકાયો હતો.

અકસ્માત સર્જી કારચાલક પોતાની કાર મુકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ બાળકના માતા-પિતા દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે માણસાની જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાંથી માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો.જે બાબતે ઇજાગ્રસ્ત બાળકના પિતાએ અકસ્માત સર્જી બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડનાર ભાગી છૂટેલા કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધયો હતો.

અન્ય સમાચારો પણ છે...