માણસા પાસેના ધમેડા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં 9 શખ્સો ઝડપાયા હતા. માણસા પોલીસે રેડ કરી 15230 રૂપિયા જપ્ત કરીને તમામ સામે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ મુકેશસિંહને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે ધમેડા ગામે ટીંબા વાસમાં રહેતા ભરતજી ભુપતજી ઠાકોરના ઘર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે શનિવારે રાત્રે રેડ કરતાં થાંભલાના અજવાળા નીચે કેટલાક લોકો કુંડાળું વળી જુગાર રમી રહ્યાં હતા. પોલીસે કોર્ડન કરીને તમામ લોકોને ઝડપી પાડ્યા હતા.
જેઓના નામ પૂછતાં તેઓ ધમેડા ગામના જ સુરેશ મોતીજી રાઠોડ, ભરત ભુપતજી ઠાકોર, સંજય રાણાજી રાઠોડ, સંજય વિનાજી ઠાકોર, રણજીત ગલાજી ઠાકોર, અશોક કરશનભાઈ સેનમા, કરણ કરશનજી ઠાકોર, પુનમ કરશનભાઈ સેનમા અને સોમાજી કાનાજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેઓની અંગજડતી કરતા 13,600 રોકડા તેમજ દાવ પરથી 1630 મળી કુલ 15230 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા જપ્ત કરીને તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી આ વિસ્તારમાં જુગારની બદીમાં વધારો થતા લોકોમાં રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.