તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસા તાલુકાના ઇટાદરા ગામની સીમમાં આવેલ મોઢાની લોઢી વાળી ખુલ્લી જગ્યામાં ગઈકાલે સાંજે ઝાડ નીચે બેસી જુગાર રમી રહેલા 8 ઇસમોને માણસા પોલીસે બાતમીના આધારે રેડ કરી 29 હજાર રૂપિયાની રોકડ સહિત 42 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, માણસા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોલંકી, એએસઆઈ મુકેશસિંહ, દિનેશભાઈ ચૌધરી, નરેશભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ ચેતનસિંહ વગેરે ગઈકાલે સાંજે પોલીસ સ્ટેશન હાજર હતા, તે સમયે કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા મફતસિંહને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, માણસા તાલુકાના ઇટાદરા ગામની સીમમાં આવેલ મોઢાની લોઢીવાળા ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી તેમજ રમાડી રહ્યા છે, જેને આધારે માણસા પોલીસ સ્ટાફે રેડ કરી તમામને ઝડપી પાડ્યા હતા.
પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ (1)કૃણાલ અશ્વિનભાઈ પટેલ (2)ડાહ્યાભાઈ મંગળભાઈ પટેલ (3)અનિલ અમૃતભાઈ પટેલ(4)ભરતસિંહ ભીખાજી વાઘેલા(5) અફઝલમિયા રહીમમીયા બેલીમ(6) મકબુલમિયા હબીબમિયા ચૌહાણ(7)વજેસિંહ અરજણજી ચાવડા તમામ રહે. ઇટાદરા તાલુકો માણસા અને(8)વનરાજસિંહ કનુજી ચાવડા રહે. વડસ્મા તા.જી.મહેસાણા હોવાનું જણાવ્યું હતું અને તેમની અંગજડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 27100 તથા દાવ પર મુકેલ રોકડ રકમ 2150 તેમજ 13000 રૂપિયાની કિંમતના 7 મોબાઇલ મળી કુલ 42250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 8 આરોપી વિરુદ્ધ માણસા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઉત્રે ઉલ્લેખનીય છે કે, ઉગાઉ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જુગાર ધામ પર પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા હતા
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.