મતદાન:માણસા પાલિકાની પેટા ચૂંટણીમાં 69.3 ટકા મતદાન

માણસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણસા નગરપાલિકાની એક વોર્ડની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. - Divya Bhaskar
માણસા નગરપાલિકાની એક વોર્ડની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
  • ભાજપના દેવેન્દ્રસિંહ રાઓલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાઓલનાં ભાવિ ઇવીએમમાં સીલ થયાં
  • પાલિકાના વોર્ડનં-4ના કુલ 3850 મતદારો પૈકી 2669 મતદારોએ મતદાન કર્યું: મંગળ‌વારે પરિણામ

માણસા નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પેટાચૂંટણીમાં આજે મતદારોએ ભારે ઉત્સાહ બતાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમ્યાન ફુલ 2669 મતદારોએ મતદાન કર્યું હતું. તે જોતાં 69.3 ટકા જેટલું ભારે મતદાન થતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના ઉમેદવારની જીતના દાવા કરી રહ્યા છે. મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરતા આ વખતે જે ઉમેદવાર વિજેતા થશે તે કદાચ સારી સરસાઈ સાથે વિજેતા થાય તેવી હાલમાં લોકોમાં ધારણા છે. ત્યારે જોઈએ મંગળવારે શું થાય છે?

માણસાપાલિકાના વોર્ડ નંબર 4ની એક સામાન્ય બેઠક માટે મતદાન યોજાયું હતું. આ એક બેઠક પર ભાજપ તરફથી દેવેન્દ્રસિંહ રાઓલ અને કોંગ્રેસ તરફથી મહેન્દ્રસિંહ રાઓલે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી ભાવિ નગરસેવકને ઈવીએમમાં કેદ કર્યા છે. આ વોર્ડના કુલ 3850 મતદારો પૈકી 2669 મતદારોએ મતદાન કર્યું છે. મતદાનના સમય મુજબ આજે વહેલી સવારથી જ મતદારો મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા.

જ્યાં રાજમાતા હાઈસ્કૂલમાં 3 બુથ અને પ્રાથમિક કન્યા શાળામાં 2 બુથ ગોઠવવામાં આવ્યા હતા. બંને જગ્યાએ વધુમાં વધુ વોટિંગ કરવા માટે રાજકીય પક્ષના કાર્યકરો સવારથી દોડધામ કરી રહ્યા હતા સવારથી એક ધાર્યા મતદાન પછી બપોરે મતદાનમાં ગતિ આવી હતી. જે સાંજ સુધીમાં ગતિ ધીમી પડી ગઈ હતી. તેમ છતાં 69.3 ટકા જેટલું ભારે મતદાન થતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પોતાના તર્ક અને અંદાજ લગાવી પોતાની જીત નિશ્ચિત બતાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...