સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:જિલ્લામાં 62.42% મતદાન નોંધાયું 1862 સરપંચ અને સભ્યોનું ભાવિ મતપેટીમાં કેદ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી શિહોલ સહિતના ગામોમાં મોડી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહી હતી. - Divya Bhaskar
મોટી શિહોલ સહિતના ગામોમાં મોડી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહી હતી.
  • મંગળવારે મતગણતરી થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે: ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા
  • સરપંચના પદ માટે 3 થી વધારે ઉમેદવારો ઊભા રહેતાં મતદારોને કચરિયાનું વિતરણ
  • અન્ય ચૂંટણીની સરખામણીએ ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ બની ગઈ હતી

ધીમા મતદાનથી અમુક મતદાન મથકોમાં મોડી સાંજના 8 કલાક સુધી મતદાન ચાલ્યું હતુ ગાંધીનગરની 52 ગ્રામ પંચાયતના 175009માંથી 114788 મત પડયા: દહેગામની 75 ગ્રામ પંચાયતના 161690માંથી 88448 મત પડયા: કલોલની 11 ગ્રામ પંચાયતના 28810માંથી 20371 મતદારોએ મતદાન કર્યુ હતુ.

જિલ્લાની 156 ગ્રામ પંચાયતના સરપંચના 539 અને વોર્ડના 1323 ઉમેદવારોનું ભાવિ 62.42 ટકા મતદારોએ નક્કી કરીને મતપેટીમાં કેદ કરી દીધું છે. ધીમા મતદાનથી અમુક મતદાન મથકોમાં મોડી સાંજના 8 કલાક સુધી મતદાન ચાલ્યું હતું. જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ મતદાન માણસા તાલુકામાંથી 73.16 ટકા અને ઓછું મતદાન દહેગામ તાલુકામાંથી 54.70 ટકા થયું હતું.

જિલ્લાના ચારેય તાલુકામાંથી માણસાની 18 ગ્રામ પંચાયતોમાં 42447માંથી 31056 મત પડતા 73.16 ટકા મતદાન કર્યું હતું. જ્યારે કલોલની 11 ગ્રામ પંચાયતના 28810માંથી 20371 મત પડતા 70.71 ટકા મતદાન કર્યું હતું. ગાંધીનગરની 52 ગ્રામ પંચાયતના 175009માંથી 114788 મત પડતા 65.59 ટકા મતદાન થયું હતું. જ્યારે દહેગામની 75 ગ્રામ પંચાયતના 161690માંથી 88448 મત પડતા 54.70 ટકા મતદાન થયું હતું. મતદારોના ભાવિનો ફેંસલો તારીખ 21મી, મંગળવારના રોજ મતગણતરીથી ચિત્ર સ્પષ્ટ થશે.

ગ્રામ પંચાયતની ચુંટણી જંગમાં કોની જીત અને કોની હાર તેમજ કોની કોની વચ્ચે ટાઇ પડી તે નક્કી થશે.અન્ય ચુંટણી કરતા ગ્રામ પંચાયતની ચુંટણી રદપ્રદ બની રહી હતી. તેમ ગામોમાં સરપંચ માટે ત્રણથી વધારે ઉમેદવારો ઉભા રહેતા મતદારોને આકર્ષવા માટે કચરીયાનું વેચાણ કર્યું હતું. તો અમુક ગામોમાં રૂપિયા મતદારોને વહેંચવામાં આવ્યા હોવાની છાના ખૂણે ગ્રામજનોમાં ચર્ચા જોવા મળતી હતી. કાનપુર ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન મત આપવા ગયેલી મહિલાના બેલેટ પેપરમાં કર્મચારીએ સિક્કા મારી દીધા હોવાનો આક્ષેપ થયો હતો. આથી મતદાન અડધો કલાક બંધ રહ્યું હતું. જોકે જાણ થતાં દોડી આવેલી પોલીસે સમાધાન કરાવતા મતદાન શરૂ થયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

રૂપાલમાં મતદારો રોષે ભરાતા પોલીસ દોડી આવી
રૂપાલમાં ધીમા મતદાનની મતદારોમાં બુમ પડી હતી. આથી ઉમેદવારોએ પણ મતદારોને સમજાવ્યા હતા. પરંતુ બે બે કલાક લાઇનમાં ઉભા રહેવાથી મતદારોની ધીરજ ખૂટી પડતા મતદાન ઝડપી કરાવવાની માંગણી કરી હોબાળો કર્યો હતો. જોકે પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ દોડી આવીને મતદારોને સમજાવવા મામલો શાંત પડ્યો હતો.

ઉમેદવારોએ મતદારો માટે ગાડીઓ દોડાવી
મતદારોને આકર્ષવા માટે ઉમેદવારોએ જાણે નાણાં કોથળી છુટ્ટી મુકી હોય તેમ પ્રચાર દરમિયાન વસ્તુ આપવાની સાથે સાથે દરરોજ નાસ્તા પાણીની સગવડ કરવામાં આવી હતી. ઉપરાંત મતદાનના દિવસે મતદારોને ઘરેથી મતદાન મથક સુધી લઇ જવા માટે ગાડીઓ દોડાવવામાં આવી તેમજ લાઇનમાં ઉભા રહેલા મતદારો માટે પાણીની બોટલો આપવામાં આવી હતી.

અમુક મતદાન મથકોમાં ટોકન આપવા પડ્યા
જિલ્લાના અમુક મોટા ગામોમાં મતદારો વધારે હોવાથી મતદાનની કામગીરી મોડી સાંજ રાત્રીના 8 કલાક સુધી ચાલી હતી. જેને પરિણામે મતદાન મથકના કેમ્પસમાં આવેલા મતદારોને ટોકન આપવા પડ્યા હતા. અમુક ગામોમાં 250 જેટલા ટોકન આપવાની ફરજ પડી હતી.હતો.ી......મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે સ્વયં લોકો બહાર નીકળ્યા હતા અને પોતાના બુથ પર જઈ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. ઘણી જગ્યાએ મતદાનનો ઘસારો થઈ જતાં લાઈનો લાગી હતી દરેક મતદાન મથકમાં ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ મતદારોને સેનેટાઈઝર હેન્ડ ગ્લોઝ માસ્ક બાબતે ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો.

દહેગામતાલુકામાં પાંચ વાગ્યા સુધીમા.
લાંબી લાઈનો જોવા મળી હતી મતદાન મથક કેન્દ્રો પર સેનેટાઈઝેશન અને માસ્કની વ્યવસ્થા ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મતદાન મથકો પર રસીકરણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. પાલુન્દ્રા ગામના મતદાન મથક કેન્દ્ર પર ધારાસભ્ય બલરાજસિહ ચૌહાણે મતદાન કર્યું હતું. સાંપા ગામની પ્રાથમિક શાળા ખાતે સવારનાં સમયે ઉમેદવારનાં સમર્થકો દ્વારા મતદાન મથકોમાં ટોળા ભેગા કરી મતદાન કરાવતા હોવાની ફરીયાદો ઉઠતા રખિયાલ પોલીસ દોડી આવી હતી. તાલુકાના અન્ય ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. તાલુકાના કેટલાક મતદાન મથક ઉપર સાંજ સુધી મતદાન માટે ભારે ભીડ થવા પામી હતી. જેના કારણે કેટલાક મતદાન મથકો પર સમય પૂર્ણ થયા બાદ ઉપસ્થિત રહેલા મતદારોને ટોકન આપી મતદાન કરવા દેવામાં આવ્યું હતું.

ગાંધીનગર. 275 સીટ માટે 704 ઉમેદવારનું ભાવિ 65.59 ટકા મતદારોએ નક્કી કર્યું
જિલ્લાના ગાંધીનગર તાલુકાની 52 ગ્રામ પંચાયતની સરપંચની 52 સીટો માટે 193 અને વોર્ડની 223 બેઠકો માટે 511 ઉમેદવારો મેદાનમાં ઉભા હતા. રવિવારે યોજાયેલા મતદાનમાં કુલ 175009 મતદારોમાંથી માત્ર 65.59 ટકા એટલે કે 114788 મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. તેમાં કુલ પુરૂષ 89194માંથી 58596 મતદારોએ મત આપતા કુલ 65.70 ટકા મતદાન થયું છે. જ્યારે કુલ મહિલા 85815માંથી 56192 મતદારોએ મત આપતા 65.48 ટકા મતદાન થયું હતું. મતદાન ધીમું થતું હોવા છતાં અન્ય કોઇ જ ફરીયાદ વિના મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.આ રીતે આ તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા લોકો અને તંત્રએ રાહત અનુભવી હતી.

માણસા. 18 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 73.16 ટકા મતદાન
માણસા તાલુકાની 18 ગ્રામ પંચાયતની 17 સરપંચ માટે અને 56 વોર્ડ બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. માણસામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 51 મતદાન મથકો પર કુલ 73.16 ટકા મતદાન થયું હતું. જેમાં 73.15 ટકા સ્ત્રી મતદાન થતા 73.17 ટકા પુરૂષ મતદાન થયું હતું. દિવસ દરમિયાન તાલુકામાં કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ બન્યો ન હોતો. તો પોલીસે પણ કોઈ જગ્યાએ ઘર્ષણના બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. માણસા તાલુકાની 18 ગ્રામ પંચાયત પૈકી 17 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યો અને એક અંબોડ પંચાયતમાં ફક્ત વોર્ડની બેઠકો માટે મતદાન થયું હતું.

કલોલ. 11 ગ્રામ પંચાયતમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 70.71 ટકા મતદાન નોંધાયુ
​​​​​​​કલોલ તાલુકાની11 ગ્રામ પંચાયતમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 70.71 ટકા મતદાન થયું હતું. ક11 ગ્રામ પંચાયતમાં 28810 મતદારો છે, જેમાં 13877 સ્ત્રી અને 14933 પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. કલોલની 11 ગ્રામ પંચાયતમાં 10 સરપંચ અને 78 વોર્ડ સભ્યો ચૂંટણીના મેદાને હતા. તાલુકામાં 31 મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કલોલમાં સવારે શરૂઆતના 9 ટકા મતદાન થયું હતું. જે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 70.71 ટકાએ પહોંચી ગયું હતું. જેમાં મહિલાઓનું 69.86 ટકા જ્યારે પુરૂષોનું 71.50 ટકા મતદાન થયું હતું. કલોલમાં તાલુકામાં 2.50 લાખથી વધુ મતદારોએ સરપંચપદના 10 અને વોર્ડ સભ્ય પદ માટે ઉભા રહેલાં 78 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કર્યું છે.

દહેગામ. તાલુકામાં પાંચ વાગ્યા સુધીમાં સૌથી ઓછુ 54.70 ટકા મતદાન
દહેગામ તાલુકાની 84 ગ્રામપંચાયત ચૂંટણી પૈકી 9 ગ્રામ પંચાયત બિન હરીફ થતાં રવિવારે તાલુકાની બાકી રહેલી 75 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 54.70 મતદાન થયું હતું. દહેગામ તાલુકામાં 82559 પુરૂષ અને 79131 સ્ત્રી મતદારો મળી કુલ 161690 મતદારો નોંધાયેલા છે. જેમાંથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 88448 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાન 54.70 ટકાએ પહોંચ્યું હતું. જેમાં સ્ત્રીઓનું 54.06 ટકા જ્યારે પુરૂષનું 55.32 ટકા મતદાન રહ્યું હતું. વહેલી સવાર થીજ દરેક ગામોમાં મતદાન કરવા માટે મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવતા મતદાન મથકો પર

ગાંધીનગર જિલ્લામાં મતદાનની ટકવારી
​​​​​​​

સમયકુલમતદાનસ્ત્રીપુરૂષકુલ ટકાવારીસ્ત્રીપુરૂષ
7થી93447013065214058.456.5610.26
9થી 1154189264442774713.2813.2613.03
11થી 178912371524176019.3518.6420.01
1થી 34490625124197821112.619.48
3થી 542186218682031810.3410.97974

અન્ય સમાચારો પણ છે...