આગ:સોલૈયામાં ગાયોના તબેલામાં આગ લાગતાં 4 હજાર પૂળા બળીને ખાક

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગતાં આસપાસના લોકોએ 120 ગાયને હેમખેમ બહાર કાઢી

માણસા પાસેના સોલૈયા ગામમમાં શુક્રવારે બપોરે ગાયોના તબેલામાં કોઈ કારણસર આગ લાગી હતી. આજુબાજુથી દોડી આવેલા લોકોએ તબેલામાં રાખેલી 20 ગાયને બચાવી લીધી હતી અને જાણ કરાતાં આવી પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી, ત્યાં સુધીમાં ખેડૂતના 4 હજાર જેટલા પૂળા બળીને ખાક થઈ ગયા હતા.

સોલૈયામાં પ્રજાપતિ વાસની બાજુમાં ચૌધરી રાજુભાઈ નારાયણભાઈની ખરવાડમાં આવેલા ગાયોના તબેલામાં શુક્રવારે બપોરે આગ લાગી હતી અને આગ થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પડોશમાં રહેતા ચૌધરી નીતાબહેનને જાણ થતાં તેમણે તબેલાના મલિકને જાણકારી આપી હતી. જેથી આજુબાજુથી તેમજ ગામમાંથી દોડી આવેલા લોકોએ પ્રથમ તબેલામાં બાંધેલી 20 જેટલી ગાયોને સલામત બહાર લાવી આગ બુજાવવાના પ્રયત્નોમાં લાગી ગયા લાગી ગયા હતા.

માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી તેમજ સરપંચ યશવંત ચૌધરીને થતાં બંને જણાએ માણસા ફાયર બ્રિગેડને જાણ કરી ફાયરની ગાડી સાથે બંને આગેવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં ફાયર બ્રિગેડ તેમજ ગ્રામજનોની મદદથી આગના કારણે વધુ નુકસાન થાય તે પહેલા ભારે જહેમતને બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખેડૂતના અહીં મૂકવામાં આવેલા 4 હજાર જેટલા પૂળા બળી જતાં ખેડૂતને લાખોનું નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...