તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વાવાઝોડાથી ઈંટવાડા એકમોને 400 થી 500 કરોડના નુકસાનની રજૂઆત

માણસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસા પ્રજાપતિ સમાજ ટ્રસ્ટે CM, ડે. CM, CR પાટીલને આવેદન આપ્યું
  • કારીગરોને થયેલા કરોડોના નુકસાન બદલ વળતર આપવા માગ

રાજ્યમાં ગત માસમાં આવેલા ટાઉતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને તેમાં ખેતી અને મકાનોને થયેલા નુકસાન બાબતે સરકારે સરવે કરાવી સહાય ચૂકવવાની જાહેરાત કરી છે ત્યારે માણસા પ્રજાપતિ સમાજે પણ વાવાઝોડાના કારણે ઇંટવાડાના એકમોને થયેલ નુકસાન તેમજ માટીકામના કારીગરોને થયેલા કરોડો રૂપિયાના નુકસાન બાબતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સરકાર પાસે વળતરની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં રાજ્યમાં આવેલ ટાઉતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને તેમાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે ખેતી ઉપરાંત કાચા મકાનો, ઈંટો બનાવતા એકમોને ખૂબ મોટું નુકસાન થયું હતું અને તે બાબતે સરકારે ખેતી અને મકાનને થયેલ નુકસાનનો સર્વે કરાવી સહાયની જાહેરાત કરી છે. માણસા પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે, ‘રાજ્યમાં ઈંટો પકવતા પ્રજાપતિ સમાજના ચારથી પાંચ લાખ એકમો અને માટી કામ કરતા કારીગરોને પણ વાવાઝોડા અને વરસાદના કારણે અંદાજીત 400થી 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

રાજ્યમાં પ્રજાપતિ સમાજ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે ઘણો પછાત છે અને આવી કુદરતી આફતને કારણે થયેલ આર્થિક નુકસાનનો ભાર સહન કરી શકે તેમ નથી. જેથી સમાજને બેઠો કરવા માટે આર્થિક સહાયની તાત્કાલિક જરૂર છે માટે આ સમાજના ઈંટો પકવતા ભઠ્ઠાના એકમો અને માટીના કારીગરોને થયેલ નુકસાન બાબતે સરકાર દ્વારા સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.’

અન્ય સમાચારો પણ છે...