કાર્યવાહી:ઘરમાંથી દારૂની 23 બોટલ, બિયરનાં 38 ટીન ઝડપાયાં

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

માણસામાં ઘરમાં સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે યુવકને પોલીસે ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે યુવકના ઘરમાંથી વિદેશી દારૂની 23 બોટલ અને બિયરના 38 ટીન જપ્ત કર્યા છે. માણસા પીએસઆઇ ખરાડી અને હેડ કોન્સ્ટેબલ લાલાભાઇ કાનભાઈ સહિતનો સ્ટાફ સોમવારે રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દારૂ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે માણસા શહેરમાં પાંજરાપોળ વિસ્તારના ચારણવાસમાં રહેતા હીરેન ઉર્ફે બેચર લાલભાઇ પટેલ નામના યુવકના ઘરે મોડીરાત્રે રેડ કરી હતી.

યુવકના ઘરના ત્રીજા રૂમમાં પૂંઠાના ખોખા અને પ્લાસ્ટિકની થેલીમાંથી 23 બોટલ વિદેશી દારૂ અને 38 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. વિદેશી દારૂ અને બિયરના જથ્થા બાબતે યુવકની પૂછપરછ કરતા તેણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે 36,110ની કિંમતની વિદેશી દારૂની 23 બોટલ અને 4560ની કિંમતના બિયરના 38 ટીન મળી કુલ 40,670 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી હીરેન પટેલ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી દારૂનો વેપલો કરતો હતો તે દિશામાં તપાસ આદરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...