તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આજોલ પાસેથી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા

માણસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી 36 બોટલ, બિયરનાં 120 ટીન મળ્યાં

માણસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે આજોલ પાસે એક હોટલ આગળ એક કાર શંકાસ્પદ જણાતા તેની તલાસી લેતા તેમાં વિદેશી દારૂ અને બીયરની ટીન મળી આવ્યા હતા તે વખતે કાર ચાલક સહિત 2 જણને ઝડપી જેને આ દારૂ અને બિયર પહોંચાડવાનો હતો તે કલોલના શખ્સ સહિત 3 સામે માણસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માણસા પો. સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફ આજે બપોરે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માણસા પાસેના આજોલ ગામના પાટીયા પાસે આવેલ એક ચાની હોટલ પાસે લીલા રંગની કાર શંકાસ્પદ હાલતમાં નજરે પડતાં તેની તલાશી લેતા આ કારની અંદર વિદેશી દારૂની 36 બોટલ તથા બિયરના 120 ટીન મળી આવ્યા હતા જેથી આ કાર બાબતે ત્યાં આજુબાજુમાં તપાસ કરતા પૂછપરછ કરતા બે લોકો હોટલની પાછળની બાજુ ખેતરમાં ભાગવાની કોશિશ કરી હતી જે બંનેને પોલીસે પકડી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ મિથુન નાથુ માલવિયા અને વિમલ નેનારામ ભરાડા (બંને રહે.રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતું અને આ વિદેશી દારૂ અને બિયર ખેરવાડાના પાટીયા ગામ પાસેના ઠેકા પરથી ભરીને કલોલના લાલા નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. માણસા પોલીસે કુલ 39900નો મુદ્દામાલ જપ્ત કરી કાર સાથે ઝડપાયેલા બે અને કલોલના લાલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...