નગરપાલિકાની પેટા ચૂંટણી:માણસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના 2 ઉમેદવારે ફોર્મ ભર્યાં

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેના નામનો મેન્ડેડ આવશે તે માન્ય રહેશે​​​​​​​

માણસા નગરપાલિકાની ત્રણ ઓક્ટોબરે યોજાનારી વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમા ગઈ કાલે કોંગ્રેસ તરફથી એક ઉમેદવારનું ફોર્મ ભરાયું હતું. આજે ભાજપના બે ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભરી મામલતદાર કચેરીમાં જમા કરાવ્યા છે. આ બન્નેમાંથી કોઈ પણ એકને પક્ષનો મેન્ડેટ મળશે તે પક્ષના ઉમેદવાર ગણાશે.

માણસા નગરપાલિકા માં વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 4ના નગરસેવકનું અવસાન થતા ખાલી પડેલી બેઠક માટે આગામી ત્રણ ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. અત્યારે ઉમેદવારી નોંધાવાની કામગીરી ચાલુ છે. ગઈ કાલ ગુરૂવારે કોંગ્રેસ તરફથી એક ફોર્મ ભરવામાં આવ્યું હતું. આજે શુક્રવારે ભાજપ પક્ષ તરફથી નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને સંગઠનના હોદ્દેદારો દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ રાઓલ અને પૂર્વ નગરસેવક પટેલ મુકેશભાઇ (એમ.ડી) એમ બંને દાવેદારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પક્ષના આગેવાનો અને ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી પાસે જઈ ફોર્મ જમા કરાવ્યું હતું.

જોકે, આ બે ઉમેદવારો પૈકી કોઈ પણ એકને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે, તે પક્ષના માન્ય ઉમેદવાર ગણાશે. ઉમેદવારી માટે આવેલા બંને ઉમેદવારોએ મેન્ડેડ જેના નામનો આવે પણ જીત તો ભાજપની જ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગત સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ચાર તમામ બેઠકો કોંગ્રેસ જીતી ગઈ હતી, તેમ છતાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા સત્તાના સૂત્રો સંભાળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...