તસ્કરી:માણસાની દેવદર્શન સોસાયટીમાં ઘરમાંથી 1.73 લાખની ચોરી થઈ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરવાજો ખુલ્લો રહી જતાં તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા

માણસામાં દેવદર્શન સોસાયટી ખાતે ઘરમાંથી 1.73 લાખની મત્તાની ચોરી થઈ છે. ઘરમાં વયોવૃદ્ધ માતા અને દીકરી સુતા હતા દરવાજો ખુલ્લો રહી જતાં તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા અને તિજોરીનું તાળુ તોડી તેમાં રહેલો સાડા ત્રણ તોલાનો 1,57,500નો સોનાનો સેટ, અઢીસો ગ્રામ ચાંદીની સેરો તથા 3500 રૂપિયા ચોરી જતા માણસા પોલીસ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દેવદર્શન સોસાયટીના મકાન નં-36માં યોગેશપુરી મોતીપુરી બાવા સિઝનેબલ વસ્તુઓનો વેપાર કરે છે. એક પુત્ર અઢી વર્ષથી ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયો છે. યોગેશભાઈના 92 વર્ષીય માતા તેમની સાથે માણસા રહે છે. યોગેશભાઈ તથા તેમના પત્નીને ઓસ્ટ્રેલિયાના વિઝા મળતા તેમણે 26 જૂનની ટિકિટ બુકિંગ કરાવી છે. જેને પગલે ખરીદી માટે પતિ-પત્ની બંને અમદાવાદ ગયા હતા અને દીકરીને ત્યાં જ રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...