અકસ્માત:બાલવા ચોકડી પાસે અકસ્માતમાંં યુવાનનું મોત

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલના બાલવા ચોકડી પાસે બે બાઇક ધડાકાભેર ટકરાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કલોલ પાસેના બાલવા ગામેથી ગત રાત્રે બે બાઈકો પસાર થઇ રહ્યા હતા. ત્યારે આગળ જઈ રહેલા બાઇકને પાછળ આવી રહેલા બાઈકે ધડાકાભેર ટક્કર મારી હતી. બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક કૃણાલકુમાર રાજુભાઈ પરમાર રહે.અંબાપુર તાલુકો ગાંધીનગર ને શરીરે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...