તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કલોલ પાલિકાની બેદરકારીની વાત દિલ્હી સુધી પહોંચી, અમિત શાહે માહિતી મેળવી

કલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ 46 કેસ: 40ને સ્થળ પર સારવાર અપાઈ, 6ને હોસ્પિટલ લઈ જવાયા

કલોલમાં દિવસને દિવસે ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યાં છે, શુક્રવારે કલોલમાં નવા 46 કેસ મળ્યા હતા. કલોલની સ્થિતિને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ કલોલની સ્થિતિ જાણી હતી. કલોલ પૂર્વમાં રોગાચાળાની સ્થિતિને પગલે કલેક્ટર કુલદીપ આર્યએ મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અગ્રણી-નાગરિકો અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. કલેકટરે કલોલ ખાતે સંબંધિત અધિકારીની યોજોયલ બેઠકમાં કોલેરાને નાથવા માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી.

કલોલ રેલ્વ પૂર્વ વિસ્તારના કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં રહેતા 45 હજાર જેટલા નાગરિકોને ટેન્કરથી પીવાનું પાણી આપવામાં આવે છે. પીવાનું પાણી તમામ નાગરિકોને ટેન્કર દ્વારા સુચારું રીતે મળી રહે તે માટે કોર્પોરેશન અને પાણી પુરવઠામાંથી વધારાના ટેન્કરની વ્યવસ્થાન પણ કલેકટર દ્વારા કરી આપવામાં આવી છે. કલેક્ટરે જયાં સુધી કોલેરાનો રોગ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી તમામ નાગરિકોને સફાઇ કરેલ કલોરિનેશન વાળું ટાંકીનું પાણી માત્ર નાહવા-ધોવા અને કપડા ધોવા માટે જ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

મુલાકાત દરમ્યાન કલેકટરે કોલેરાગ્રસ્ત ત્રિકમપુરા વિસ્તાર મુલાકાત લીધી હતી. પાણીની ટાંકીની સફાઇ અંગેનું જાત નિરીક્ષણ કર્યું હતું. શુક્રવારે કલોલમાં આરોગ્ય કેન્દ્રની કુલ 109 કર્મચારીઓની 55 ટીમ દ્વારા સઘન સર્વેલન્સ કરાયું હતું. જેમાં 46 નવા કેસ જોવા મળ્યા હતા, જેમાંથી 40ને સ્થળ પર જ સારવાર અપાઈ હતી. જ્યારે 6 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા, જેમાંથી એકને ગાંધીનગર સિવિલ રીફર કરાયો હતો. આરોગ્ય તંત્ર દ્વારા 293 ક્લોરીનેશન ટેસ્ટ કર્યા હતા અને 8017 ક્લોરીન ગોળી તથા 2131 ઓઆરએસના પેકટનું વિતરણ કર્યું હત

24 માણસે 20 કલાકની મહેનતે સમ્પ સાફ કર્યો, કલેક્ટરે મુલાકાત લીધી
કલોલ પૂર્વમાં 9 લાખ લીટરની ક્ષમતાનો જે સંપ સાફ કરાયો તેને સાફ કરતાં 20 કલાકનો સમય લાગ્યો હતો. શ્રમિકો સહિત 24 જેટલા માણસોએ મળીને 20 કલાકે સંપ સાફ કર્યો હતો. જેમાં નીકળેલી માટી કલેક્ટરની મુલાકાત સમયે પણ ઉડીને આંખે વળગી હતી. કલોલ પૂર્વમાં અંડરબ્રીજ પાસે કાંસમાંથી ગટરના ગેરકાયદે જોડાણો મળ્યા હતા.

મૃતકો માટે 25 લાખની સહાયની માંગ : કલેક્ટરની મુલાકાત સમયે સ્થાનિકોએ પોતાની રજૂઆતો કરી હતી. જેમાં રહીશોએ ઓછા મકાનો ધરાવતી સોસાયટીઓમાં વધુ ટેન્કર અને વધુ મકાનો ધરાવતી સોસાયટીઓમાં આછા ટેન્કર આવતા હોવાની રજૂઆત કરી હતી. મૃતકોના પરિવાર માટે 25 લાખની સહાયની માંગ હતી.

અન્ય સમાચારો પણ છે...