કલોલ રહેંણાક વિસ્તારમાંથી અવારનવાર જંગલી જાનવર જોવા મળે છે. જેનાથી કલોલના રહેવાસીઓમાં ભયનો માહોલ થતો હોય છે. કલોલ વન વિભાગના અધિકારીઓ દ્વારા રેસક્યુ કરીને અમદાવાદ ખાતે ફોરેસ્ટ વિભાગમાં મોકલી દેવામાં આવે છે. કલોલના નાસમેદ ગામેથી તાજેતરમાં જ એક અજગર પકડાયો હતો. જે અંદાજે 12 ફૂટનો હતો. કલોલ પાસેના નાસમેદ ગામે રેલવે સબ સ્ટેશન ઉપર ચાલી રહેલી કન્સ્ટ્રક્શન ઉપર રાતે 11:00 વાગે વિશાળ અજગર જોઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કલોલ પંચવટી વિસ્તારમાંથી શિયાળ પણ પકડ્યું
તાજેતરમાં જ કલોલ ના પોસ વિસ્તાર ગણાતા એવા પંચવટી એરિયામાંથી શિયાળ પણ જોવા મળ્યું હતું. રહેવાસીઓના મકાનની પાછળ શિયાળ જોઈ લોકોમાં ભયનો માહોલ ઉઠી ગયો હતો. પહેલા તો રહેવાસીઓને ખ્યાલ જ ન આવ્યો કે આ પ્રાણી છે કયું. પછી ધ્યાનથી જોતા ખબર પડી કે આ શિયાળ છે. તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરતા ત્યાંની ટીમ દોડી આવતા શિયાળનું રેસ્ક્યુ કરી. શિયાળ ઘાયલ હોવાથી તેની સારવાર અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કલોલ રેલવે પૂર્વમાં વાંદરાનો આતંક
એવો જ એક કિસ્સો તાજેતરમાં કલોલ રેલ્વે પૂર્વમાં એક તોફાની વાંદરાનો આંતક હતો. વાંદરાનો આતંક એ હદ સુધી વધી ગયો હતો કે કોઈ ઘરની બહાર નીકળી શકે તેમ ન હતું. કોઈ ઘરની બહાર નીકળે ને વાંદરાના નજરોમાં આવે તો વાંદરો તરત જ તેને બચકું ભરી લેતો હતો. આ વાંદરાને માંડ માંડ કાબુ કર્યો હતો. જેમાં રેલ્વે પૂર્વાના ઘણા ઈસમોને બચકા ભરેલા નો મામલો પણ સામે આવ્યો હતો.
કલોલમાં અવાર નવાર આવા પ્રાણીઓ આવી જવાના કારણ દિવ્યભાસ્કરે વન વિભાગના અધિકારી P.H.Patel ને પુછતા જણાવ્યું કે, કલોલ થોળ પ્રાણીસંગ્રહાલયથી બહુ નજીક છે. બની શકે કે ત્યાંથી પણ આ પ્રાણીઓ ફરતા-ફરતા કલોલ નજીક આવી ગયા હોય. વધુમાં એમને જણાવ્યું કે વાંદરાની બાબતમાં તો ઠીક છે પણ અજગર અને શિયાળની બાબતમાં ચિંતા વ્યક્ત કરી હતી. બીજી બાજુ અધિકારીએ તે પણ કહ્યું હતું કે, અત્યારે પ્રાણીઓ માટે સૌથી મોટો પ્રશ્ન ગૌચર જમીનનો છે. અત્યારે ગૌચર જમીનો ધીરે-ધીરે ઓછી થતી જાય છે. રહેણાક વિસ્તાર વધતો જાય છે અને ગૌચર જમીનનો ઓછી થતી જાય છે. ગૌચર જમીન ઓછી થતી હોવાથી પ્રાણીઓ ક્યાં જશે.? વન વિભાગ અધિકારીએ પ્રાણીઓ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.