તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:યુવકે તરછોડી દેતાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી

કલોલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલની એક સોસાયટીની ઘટનામાં
  • પડોશી પ્રેમીએ ગર્ભવતી બનાવ્યા બાદ સંબંધ કાપી નાખતી પગલું ભર્યાનુ ખૂલ્યું

કલોલમાં હાઈવે પરની એક સોસાયટીમાં રહેતી યુવતીને તેના પ્રેમીએ ગર્ભવતી બનાવી દીધા બાદ તરછોડી દેતા યુવતીએ દવા પી લેતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

કલોલના હાઇવે પાસે આવેલ એક વિસ્તારમાં રહેતી યુવતીને તેના પડોશી યુવક સાથે પ્રેમ સંબંધો હતા. આ પ્રેમ સંબંધોમાં શારીરિક સંબંધો થી યુવતી ગર્ભવતી બની હતી અને યુવકના દબાણથી યુવતીએ ગર્ભપાત કરાવ્યો હતો.

ત્યારબાદ યુવકે યુવતીને તરછોડી દેતા યુવતીએ દવા પી લીધી હતી.કલોલના હાઇવે પાસેના એક વિસ્તારમાં રહેતી યુવતીને તેના પડોશી યુવક સાથે પ્રેમ સંબંધો થયા હતા. આ દરમિયાન શારીરિક સંબંધોથી યુવતી ગર્ભવતી બની હતી. ત્યારે ગર્ભપાત કરાવવા માટે યુવકે યુવતી ઉપર દબાણ કરતા યુવતીએ ગર્ભપાત કરાવી દીધું હતું.

જોકે ત્યારબાદ પણ આ લોકોના સંબંધો ચાલુ રહ્યા હતા. અને યુવકના ઘરવાળાઓએ યુવતી સાથે માથાકૂટ કરતા યુવકે યુવતીને તરછોડી દીધી હતી. અને તેના ફોન કોલ્સ રિસીવ કરવાના બંધ કરી દેતાં યુવતીએે ઝેરી દવા પી લીધી હતી. હાલમાં આ યુવતી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...