ચોરીનો નિષ્ફળ પ્રયાસ:વકીલના વિલામાં ચોરી કરવા ગયા હતા પણ ખાલી હાથે પાછા આવ્યા; બીજા દિવસે પોલીસે CCTV જોઈને ઝડપી પાડ્યા

કલોલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ જાસપુર ગામની સીમમાં વકીલાતનો ધંધો કરતા વકીલના ફાર્મ હાઉસની અંદર મુખ્ય દરવાજાનું તાળું તોડવાની કોશિશ તથા બારી તોડીને ચોરી કરવાની કોશિશ કરતા બે અજાણ્યા શખ્સોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જે સીસીટીવીના આધારે બંને અજાણ્યા ઇસમો અંદાજે 20 થી 30 વર્ષના હોય એવું પણ જાણવા મળ્યું હતું.

બાઈકનો અવાજ સાંભળી ભાગી ગયા હતા
જે બાબતે જુદી જુદી ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ચોરી કરવાની કોશિશ કરનાર બંને ઈસમો 25 થી 30 વર્ષનો આશરા ના સહારે બાતમીદારોને એક્ટિવ કરવામાંઆવ્યા હતા. જે બાબતે અંગત બાદમેદારની વાતમીથી કે ભોયણ ત્રણ રસ્તા નજીક સીસીટીવી માં દેખાતા ઈસમો જેવા જ ઈસમો મોટરસાયકલ લઈને ઊભા છે. બાતમી મળતાની સાથે જ પોલીસ તાબડતોડ ગુણ ત્રણ રસ્તા ખાતે પહોંચી ગયેલ. અને બંને ઇસમોને જોતા સીસીટીવી માં જે દેખાતા હતા એ જ ઈસમો હોય જેથી બંને જણાને પકડી લીધા હતા. જેની સઘન પૂછપરછ કરતા ચોરોએ જણાવ્યું કે જ્યારે અમે દરવાજો તોડવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે બાર સાધનોનો અવાજ સાંભળી અમે ત્યાંથી ભાગી ગયેલ હતા. ભાગી જવા માટે જે સાધનનો ઉપયોગ કર્યો હતો એ મોટરસાયકલ નંબર GJ-09-DJ-7830 જે મુદ્દા માલમાં પોલીસે કબજે કરી લીધેલ છે. જેની કિંમત 50,000 પોલીસ ચોપડે નોધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...