બેઠક:કલોલ શહેરમાં પ્રતાપપુરા પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી પુરવઠો અપાશે

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે ધારાસભ્યની બેઠક

કલોલ શહેરની પ્રજાને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરવા માટે કલોલના ધારાસભ્ય અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તેઓ પ્રતાપપુરા પમ્પિંગ સ્ટેશન દ્વારા વધારાનો પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી ઉનાળા દરમિયાન કલોલ શહેરીજનોને પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે કલોલ નગરપાલિકા દ્વારા અગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

તે માટેની વ્યવસ્થા અને અસરકારક આયોજન કરવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ચેરમેન, કલોલના ભાજપ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર(બકાજી) અને કલોલ નગરપાલિકા પ્રમુખ તથા અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. તે દરમિયાન ધારાસભ્ય લક્ષ્મણજીએ આગામી ઉનાળાની મોસમ દરમિયાન શહેરીજનોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં તેવું અગોતરું આયોજન કરવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

તેના ફળ સ્વરૂપે એવી વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું કે હાલના તબક્કે નગરપાલિકા દ્વારા શહેરમાં પાણીના પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત પ્રતાપપુરા પમ્પિંગ સ્ટેશન મારફત પણ યોગ્ય રીતે પાણી વિતરણ થાય તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવી હતી. જેથી શહેરીજનોએ આગામી સમયમાં પીવાના પાણીની કોઈપણ પ્રકારની અછત કે સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...