તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કેશવનગર સોસાયટીમાં 6 દિવસથી પાણીની સમસ્યા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી ન આવતાં પાલિકમાં રજૂઆત
  • મૌખિક, ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતાં રહીશોએ પાલિકામાં હોબાળો મચાવ્યો

કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં છેલ્લા 6 દિવસથી પાણી ન આવતા સોસાયટીના રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. રજૂઆત કરવા છતા સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો આજ રોજ પાલિકામાં લેખીત રજૂઆત કરી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કેશવનગર સોસાયટીમાં છેલ્લા 6 દિવસથી પીવાનું પાણી આવતુ નથી જેના પગલે સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

કલોલ નગરપાલીકા દ્વારા જન જીવનની પ્રાથમિક જરૂરીયાત ગાણાતા પાણી આપવામાં પણ નિષ્ફળ નીવળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મૌખીક તેમજ ટેલીફોનીક રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યા હલ ન થતા સોસાયટીના રહીશોએ પાલીકામાં હોબાળો મચાવ્યો હતો. અને આ ઝડપી નીકાલ લાવવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...