રહીશો મુશ્કેલીમાં:પાણી, ગંદકી, મચ્છર! સેક્ટર-20ના રહીશો ત્રણ તરફની સમસ્યાથી ઘેરાયા

કલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-20માં નવી પાણીની લાઈનની કામગીરી દરમિયાન જૂની  લાઈન તૂટતા રહીશો પરેશાન થઈ ગયા છે. - Divya Bhaskar
સેક્ટર-20માં નવી પાણીની લાઈનની કામગીરી દરમિયાન જૂની લાઈન તૂટતા રહીશો પરેશાન થઈ ગયા છે.
  • પાણીની નવી લાઈન નાખતા સમયે જૂની લાઈન તૂટી જતાં રહીશો મુશ્કેલીમાં
  • એક તરફ ખાડો અને પાણી ભરાઈ જતા સ્થાનિકો અંદર વાહનો લાવી શકતા નથી

સેક્ટર-20 ખાતે પાણીની નવી લાઈન નાખતા સમયે જૂની લાઈન તૂટી જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં એક લાઈનમાં આવેલા 12 જેટલા ઘરના લોકો હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં એક તરફ ખાડો અને પાણી ભરાઈ જતા સ્થાનિકો અંદર વાહનો લાવી શકતાં નથી. પાણીની લાઈન તૂટી જતાં રહીશોને ત્રણ દિવસથી ટેન્કરો મંગાવવાની ફરજ પડે છે.

અહીં પાણી ભરાઈ રહેવાને પગલે સ્થાનિકો પોતાના વાહનો અંદર લઈ જઈ શકતાં નથી એટલે પાસેના કોમનપ્લોટમાં વાહનો મુકીને ચાલતા આવવાની ફરજ પડે છે બીજી તરફ વાહનો ન આવતા કચરો લેવા આવતી ગાડીઓ પણ આવી શકતી નથી. જેને પગલે રહીશોના ઘરે ત્રણ-ચાર દિવસનો કચરો એકઠો થઈ ગયો છે.

આ તરફ પાણી ભરાઈ રહેતાં અહીં જીવાતો અને મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે સ્થાનિકોની માંગણી છે કે વહેલામાં વહેલી તરીકે ઉકેલ લાવવામાં આવે જેથી તેઓની મુશ્કેલીઓ ઓછી થાય. રહીશો સેક્ટર-20 અને સેક્ટર-22ના સુવિધા કેન્દ્રો પર રજૂઆત માટે જાય ત્યાં પણ તેઓને યોગ્ય જવાબ મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...