આવેદન:વકીલ તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવતા તત્ત્વો સામે પગલાં ભરવા માગ

કલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે કલોલ બાર એસો.નું પ્રાંતને આવેદન

રેવન્યૂ રાહે પ્રેક્ટિસ કરતા વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કલોલ બાર એસોસિએશન દ્વારા કલોલ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે. તેમાં એવી માંગણી કરવામાં આવી છે કે વકીલ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ના હોય તેવા ઈસમો મામલતદાર તથા પ્રાંત કચેરી અને સબ રજીસ્ટર કચેરીમાં પોતાની ખોટી ઓળખ આપી હોદ્દા સિવાય સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરી પોતે વકીલ હોવાની ઓળખ આપી મોટી રકમ પડાવતા હોય અને સરકારી કચેરીમાં જઈ ખોટી રીતે કામગીરી કરાવવામાં આવતી હોવાની પ્રથા બંધ કરવામાં આવે.

કલોલ બાર એસોસિએશનના પ્રમુખ આર.સી.મોઢ અને મંત્રી આર.એમ.દવે એ આપેલા આવેદનપત્રમાં પ્રાંત અધિકારી સમક્ષ વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે અપીલ દાખલ કરતા સમય વકીલનું વકીલનામું ફરજિયાત કરવું, વકીલો કોર્ટ ઓફિસરનો દરજજો ધરાવતા હોય તેઓની ગરિમા સચવાય અને કેસની કામગીરી દરમિયાન કચેરીમાં આવતા વકીલો ને બેસવા માટેની બેઠક વ્યવસ્થા કરવા, કેસની કામગીરીમાં અરજદાર અથવા તેના વકીલ મારફતે રજૂઆત કરવા દેવી તે સિવાય અન્ય વ્યક્તિની રજૂઆત સાંભળવી નહીં તેમજ આર.ટી.એસ અપીલ તકરારી કેશોના હુકમ થાય તે કેસના હુકમની નકલ પક્ષકારોના વકીલને મોકલવી તેમજ આવા કેસ ચાલવાના હોય તેની માહિતી અગાઉથી વકીલોને આપવી આ ઉપરાંત અન્ય બાબતોની રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...