તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:આરસોડિયામાં રૂ.2.93 લાખની મતાની ચોરી

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • પરિવાર ઘર બહાર સૂતો રહ્યો અને ત્યારે તસ્કરો હાથ ફેરો કરી પલાયન

શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં આરસોડીયા ગામની હદમાં ઓમ રેસિડેન્સી સોસાયટીમાં શૈલેષભાઈ દિનેશભાઈ મકવાણા પોતાના પરિવાર સાથે રહે છે. જેઓ અમદાવાદ જીએમડીસી માં ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તા.13 જૂનના રોજ પોતાના માતા-પિતા તથા બહેનો સાથે ઘરને લોક મારી બહાર આંગણામાં ખાટલા નાખી ને સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રિ દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. જેમને ઘરના ઉપરના માળની પાછળની બારી તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.

આ તસ્કરો ઘરમાં રહેલ 2 તિજોરી તોડી તેમાં મૂકેલા રોકડા રૂપિયા 1,75,000 તેમજ રૂ.10,000 કિંમતની સોનાની વીંટી, રૂ.3,000ની કિંમતની સોનાની 3 નંગ ચુની, રૂ. 30,000ની કિંમતની સોના ની બુટ્ટી, રૂ.30,000ની કિંમતનો ચાંદીનો ઝૂડો, રૂ.10,000ની કિંમતની ચાંદીની 5 જોડી શેરો, રૂ.35,000ની કિંમતનો 500 ગ્રામ ચાંદીનો ઝેર મળી કુલ રૂ.2,93,000ની મતા ચોરી પલાયન થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...