તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ પાલિકાની ચુંટણી:કલોલમાં ભાજપના દિગ્ગજ નેતા કપાયા : સગાવાદમાં 2ને ટિકિટ, પાલિકાના ગત ટર્મના બન્ને પ્રમુખ, દંડકની ટિકિટ કપાઇ

કલોલ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા 2 ફાવ્યા: હવે પરિણામ પર નજર

કલોલ પાલિકાની ચુંટણીમાં ટિકીટો ઇચ્છુક લોકોમાં ભારે રસાકસી વચ્ચે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ઘણા દિગ્ગજો તેમજ સિનીયર કાઉન્સીલરો કપાયા જેના પગલે ઘણી જગ્યાએ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રદેશ પ્રમુખના બનાવેલ નીયમો દર્શાવી ઘણા કપાય તો ઘણા સચવાયા હોવાના પગલે રાજકીય માહોલ ગરમાયો હતો.

કલોલ પાલિકાની ગત ટર્મમાં ભાજપને 24 સીટો આપવામાં આવી હતી. જેમાંથી 18 ચૂંટાયેલા કાઉન્સિલરોની ટિકીટ ભાજપે કાપી હતી. જેમાં વોર્ડ1 માં પુનમભાઇ પટેલ વોર્ડ3માં યશવંતસિંહ તેજસિંહ રાઠોડ, ભગવતીબેન પરક્ષીતભાઇ નાયક તેમજ બમીલાબેન યોગેશભાઇ પરમાર વોર્ડ નં.4માં સુનિલ મહેરીયા, મનોજભાઇ પટેલ, મંજુલાબેન રાઠોડ અને જશોદાબેન રાવત, વોર્ડ 5માં ધાત્રીબેન વ્યાસ, ધ્રુવ જીતેન્દ્રભાઇ પટેલ અને નિમીષાબેન વણકર, વોર્ડ8માં જયેશભાઇ લાલભાઇ પટેલ, સુનિંદા હરેશભાઇ ગૌર તેમજ લવ દિલીપભાઇ બારોટ, વોર્ડ9માં શીરીષ, કોકીલાબેન પટેલ હરેશભાઇ ગૌર તેમજ લવ દિલીપ બારોટ, વોર્ડ9માં શીરીષ, કોકીલાબેન પટેલ, રમેશ અસારી, આનંદીબેન પટેલની ટીકીટ કપાઇ હતી. જ્યારે વોર્ડ2, 6, 7, 10 તેમજ 11 ના બધા ઉમેદવારો ગત ટર્મમાં હારી ગયા હતા. જેમાંથી પટેલ મનુભાઇ ભાઇલાલભાઇ, મુકેશભાઇ, સોલંકી સુરેશભાઇ ભીખાભાઇ અને પટેલ મુકેશભાઇની જગ્યાએ તેમના પત્ની ઉર્વશીબેનને ટીકીટ આપી બાકીના તમામ નવા ઉમેદવારોને ટીકીટ અપાઈ છે.કલોલ પાલિકામાં જે ઉમેદવારોનેટિકિટ મળી છે તેમાંકપાઈ ગયેલા અગ્રણીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમા તેની અસર પડે તેવી સંભાવના જણાઈ રહી છે.તેથી હાલમાં ગરમાવો વ્યાપ્યો છે.

ગત બે ટર્મના બન્ને પાલિકાપ્રમુખ તેમજ દંડકની પણ ટિકિટ કપાઇ ગઈ
કલોલ નગરપાલિકામાં ગત બે ટર્મમાં બનલા નગરપાલીકાના પ્રમુખ આનંદીબેન પટેલ, લવ બારોટ તેમજ દંડક અને ચાલુ ભાજપ શહેર પ્રમુખ જે.કે પટેલના પુત્ર ધ્રુવ પટેલ અને સીનીયર કાઉન્સીલર જયેશભાઇ પટેલની ટીકીટ કપાઇ ગઈ છે.જેના કારણે થોડો અસંતોષ જોવા મળે છે.

પક્ષપલ્ટો કરનારા 6 લોકોમાંથી 1 ને ટિકિટ ફાળવવામાં આવી
નગરપાલીકાના પાછળના અઢી વર્ષમાં બક્ષીપંચની સીટ આવતી હતી. જે વખતે ભાજપના 6 સભ્યોએ પક્ષ પ્લટો કરી કોંગ્રેસની મદદથી સત્તા હાંસલ કરી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં પરત ફરી ફરી એક વખત ભાજપને સત્તા અપાવી હતી. જેમાંથી ફક્ત તિમિર જયસ્વાલને ટીકીટ ફાળવવામાં આવી. જ્યારે બાકીના 5 ઉમેદવારોની ટીકીટ કપાઇ

પૂર્વ વિધાનસભાના ઉમેદવારની પુત્રી તેમજ માજી કાઉન્સિલરના પુત્રને ટિકિટ
ભાજપ પ્રદેશ પ્રમુખના દર્શાવેલા નિયમો બતાવી કલોલમાં ઘણા લોકોની ટીકીટ કપાઇ હતી. ત્યારે વિધાનસભા લડનાર નવિનભાઇ કે.પટેલની પુત્રી અલ્પાબેન ભાવેશકુમાર પટેલ તેમજ વોર્ડ નં.3માં પૂર્વ કાઉન્સીલર જોરાવરસિંહના પુત્ર તેમજ ગત ટર્મના કાઉન્સીલર યશવંતસિંહ રાઠોડના ભત્રીજાને ટીકીટ ફાળવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો